દાંતા તાલુકામાં બોગસ ડોકટરોનો રાફડો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-15 12:14:26
  • Views : 951
  • Modified Date : 2020-04-15 12:14:26

કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે ભારત દેશમાં પણ કોરોના કેસના દર્દીઓની સંખ્યામાં ભારે વધારો થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં છેવાડાના એવા બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના વાયરસના બે પોઝીટીવ કેસ આવતા આરોગ્ય વિભાગ અને વહિવટી વિભાગ દોડતું થયું છે. ત્યારે ગુજરાતના સૌથી પછાત એવા દાંતા તાલુકામાં આવેલા ગામોમાં બોગસ ડોકટરોનો મોટો રાફડો ફાટયો છે, આવા બની બેઠેલા ડોક્ટરો કાયદેસર ડિગ્રી ધરાવતા નથી. તો કેટલાંક ડોક્ટરો આયુર્વેદિકની ડીગ્રી ધરાવે છે તો કેટલાંક ડોક્ટરો
હોમિયોપેથીકની ડીગ્રી ધરાવે છે. આવા ડોક્ટરો લોકડાઉનના સમયે દર્દીઓ સાથે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે અને પોતાના હોસ્પિટલમાંથી જ દવાઓ દર્દીને આપી રહ્યા છે.
દાંતા તાલુકાના ગામોમાં માત્ર અંબાજીમાં ડોક્ટર વિનોદકુમાર ગુપ્તા સિવાય એક પણ ડોક્ટર એમબીબીએસ ડિગ્રી ધરાવતા નથી અને આવા ડોક્ટરો આયુર્વેદિક અને હોમીઓપેથીની ડીગ્રી લાવી દાંતા તાલુકાના ગામડાઓમાં અને બીજા ગામોમાં એલોપેથિક સારવાર કરી રહ્યા છે, જે કાયદાથી વિરુદ્ધ છે. બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય અધિકારી દાંતા તાલુકાના તમામ ગામોમાં આવા બની બેઠેલા ડોક્ટર પર કાયદેસર કાર્યવાહી કરી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ડોક્ટરોને ખુલ્લા પાડવાની જરૂર છે. નવાવાસ ગામે દેના બેંક પાસે આવેલા ડોક્ટર મહેમુદ પોતાના ઘરમાં જ દવાખાનું ચલાવી રહ્યા છે જ્યારે તેમની પાસે ડિગ્રીનું પૂછવામાં આવતા તેમણે જણાવેલ કે તમારે બતાવવું હોય તો બતાવો હું ગાંધીનગર સુધી હપ્તો આપું છું કોઈ મારું બગાડી શકે તેમ નથી. આમ આવી ખુલ્લી ધમકી આ ડોક્ટર આપી રહ્યા છે. વધુમાં તેઓ પોતાના ઘરમાં દવાઓનો મોટા પ્રમાણમાં સ્ટોક રાખી રહ્યા છે. જેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

Download Our B K News Today App



Related News