સુઇગામ તાલુકામાં બોગસ ડાક્ટરોનો રાફડો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-21 11:31:57
  • Views : 606
  • Modified Date : 2019-08-21 11:31:57

બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામ તાલુકાના ગામડાઓમાં કરે છે લોકોના આરોગ્ય સાથે ચેડાં જેવા કે રડોસણ પ્રાથમિક શાળાની બાજુ માં એક ડીગ્રી વગરનો ડાક્ટર એક દસ બાઇ દસની રૂમમાં તેમાં એક ખાટલો, ટેબલ નાંખીને બેઠો છે અને તે લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે  રિયાલિટી ચેક કરતાં તે હકીકત સાચી છે અને તે ઓરડીમાં દવાઓનો જથ્થો ટેબ્લેટ ગોળીઓ, બાટલા, ઇંજેક્શન દવાની બાટલીઓ તમે તસવીરમાં જોઈ શકો છો. જ્યારે સુઇગામના લિબુંણી ગામમાં પણ એક ડાpકટર ખુલ્લે આમ પ્રેકટીસ કરી રહ્યો છે. સાથે ધેચાણા, બોરૂ ગામમાં પણ એક ડાpકટર બાઇકમાં સૂટકેસ લગાવીને લોકોના ઘરે ઘર ફરીને બાટલા, ઇંજેક્શન ગોળીઓ, દવાની બાટલીઓ આપી રહ્યો છે. ત્યારે જિલ્લા, તાલુકાના ડી.એચ.ઓ., ટી.એચ.ઓ. કેમ ભેદી મૌન ધારણ કરીને બેઠા છે  ? કેમ કોઈપણ કાર્યવાહી કરવામાં નથી આવતી ? શુ આ બોગસ ડોકટરોને ભાજપ, કોંગ્રેસના આગેવાનોના ચારે હાથ માથે છે કે પછી જિલ્લા ડી.એચ.ઓે. ના હાથ માથે છે ? આવા અનેક સવાલો લોકોના મનમાં ચર્ચાઓ જાગી છે.  કેટલાંક જાગૃત લોકોએ મીડિયાને નામ જાહેર ન કરવા જણાવ્યું હતું કે આ બોગસ ડાકટરો એક બાટલો ચડાવવાના ૩૫૦ રૂપિયા લેખે ગરીબ દર્દીઓ પાસેથી વસૂલી રહ્યા છે. ઇંજેક્શન બે ચાર ગોળીઓ આપે તો ૧૫૦, ૨૦૦ રૂપિયા જેવી રકમ વસુલ કરે છે.  આવા બોગસ ડોકટરોને બાટલો, ઇંજેક્શન દવા આપવાની ડીગ્રી કોણે આપી ? અનેક સવાલો ઉઠવા પામ્યાં છે. ત્યારે આ ગામોની અંદર જે બોગસ ડોકટરો પ્રેકટીસ કરી રહ્યા છે તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરે તેવી સુઇગામ તાલુકાની જનતાની માંગ ઉઠવા પામી છે. જો આ લોકો સામે સત્વરે પગલાં નહિ ભરાય તો કોઈ મોટી દુર્ઘટના ઘટી તો તેના માટે જવાબદાર કોણ ?

Download Our B K News Today App



Related News