કાયદાની ઐસી તૈસી અમીરગઢમાં આયુર્વેદિક ડીગ્રી ધારક ડોક્ટરની ઉઘાડી લૂંટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-19 11:49:13
  • Views : 318
  • Modified Date : 2021-03-19 11:49:13

આમ તો દુનિયામાં ડૉક્ટરને લોકો ભગવાન તરીકે ઓળખે છે. પરંતુ ક્યારેક માત્ર પૈસાની આંધળી લૂંટ ચલાવતા લૂંટારું ડોક્ટરોના લીધે તબીબી જગતમાં સારા અને પ્રામાણિક ડોક્ટરોને પણ બદનામ થવાનો વારો આવે  છે, આવો જ એક કડવો અનુભવ અમીરગઢ તાલુકાના રબારીયા ગામના ગરીબ આદિવાસી પરિવારને બુધવારની સાંજે અમીરગઢના ચબુતરા નજીક વૃંદાવન ક્લિનિક નામનું ખાનગી દવાખાનું અને આયુર્વેદિક ડીગ્રી ધરાવતા હંસરાજ પટેલ દ્વારા થયો હતો.
જાણવા મળતી માહિતી મુજબ રબારીયા ગામના આદિવાસી પરિવારનો એક બાળક સાઇકલ ચલાવતા પડી જવાથી સામાન્ય ઇજા થઇ હતી. જેને સારવાર અર્થે અમીરગઢ ખાતે આવેલા વૃંદાવન ક્લિનિક ચલાવતા હંસરાજ પટેલ જાેડે સારવાર કરાવી હતી. જેનું બિલ ચોવીસો રૂપિયા જેટલું થયું હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. જાેકે પરિવાર જાેડે આટલા
પૈસા ના હોવાથી કુટુંબના બીજા સાથે આવેલા લોકો જાેડેથી ઉછીના બાવીસો જેટલા રૂપિયા ભેગા કરી આપવા જતા માત્ર બસ્સો રૂપિયા બાકી રહેતા પરિવારે બીજા દિવસે આપવાની
બાંહેધરી આપી હતી. છતાં
પણ આ ડોક્ટરે ના માની
પોલીસને બોલાવી ફીટ કરી દેવાની ધમકી આપી હતી.
જાેકે સવાલ એ ઉઠે છે કે આ આયુર્વેદિક ડીગ્રી ધરાવતા ડોક્ટરને ઓ.પી.ડી, અને આઈ.પી.ડી, સારવાર કરવાની મંજૂરી કોને આપી છે. એ વાત લોકોની સમજણમાં આવતી નથી. ત્યારે અમીરગઢ વિસ્તારમાં આવા કેટલાય આયુર્વેદિક ડીગ્રી ધરાવતા ડોક્ટરો દર્દીઓ સાથે ચેડાં કરી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News