ડીસામાં અસામાજિક તત્વો દ્વારા ખાનગી હોસ્પિટલના ડોક્ટર પર જીવલેણ હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-22 11:33:00
  • Views : 2475
  • Modified Date : 2020-06-22 11:33:59

ડીસા શહેરના ગાયત્રી મંદિર પાસે અસામાજિક તત્વો દ્વારા ખાનગી હોસ્પિટલના ડોક્ટર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ડોક્ટરને નાની-મોટી ઇજાઓ થતા સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
હાલમાં સમગ્ર ભારત દેશમાં કોરોનાવાયરસની મહામારી ચાલી રહી છે. કોરોનાવાયરસની આ મહામારીમાં લોકો સુરક્ષિત રહે તે માટે ડોક્ટરો રાત દિવસ મહેનત કરી રહ્યા છે. પોતાના
પરિવારની ચિંતા કર્યા વગર કોરોના વાયરસની આ લડાઈમાં ડાક્ટરો દરદીઓને સાજા કરવા માટે ઈલાજ કરી રહ્યા છે. પરંતુ આજે પણ એવી અનેક ઘટનાઓ સામે આવે છે કે જેનાથી આમ જનતાને નીચું ઝુકવું પડે. બનાસકાંઠા જિલ્લામાં ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં અસામાજીક તત્વોને જાણે
પોલીસનો કોઇ પણ જાતનો ડર ના હોય તેમ આમ જનતા પર અવારનવાર જીવલેણ હુમલાઓ કરી રહ્યા છે. ત્યારે  ડીસા શહેરમાં ડોક્ટર પર થયેલા હુમલાની ઘટના બાદ સ્પષ્ટપણે કહી શકાય કે બનાસકાંઠા જિલ્લો અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય.
ડીસા શહેરના ગાયત્રી મંદિર પાસે આવેલ ડોક્ટર હાઉસમાં  અસામાજિક તત્વો દ્વારા એક ખાનગી હોસ્પિટલના ડોક્ટર પર નજીવી બાબતમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ અસામાજિક તત્વો દ્વારા અવારનવાર અનેકવાર ડોક્ટર હાઉસના અનેક ડોક્ટરો પાસેથી ધાક-ધમકી આપી પૈસા ઉઘરાવવામાં આવે છે. આ બાબતે બે દિવસ અગાઉ ખાનગી હોસ્પિટલના ડોક્ટર સહદેવભાઈ દ્વારા તેમની
હોસ્પિટલ પર અસામાજિક તત્વો દ્વારા ધમકીઓ આપવામાં આવતા પોલીસ મથકે અરજી આપવામાં આવી હતી. જેથી અસામાજિક તત્વ આ અરજી કર્યા બાદ ડોક્ટર સહદેવની વોચ ગોઠવી હતી. ત્યારે રવિવારે ખાનગી હોસ્પિટલના ડોક્ટર સહદેવ પોતાની હોસ્પિટલનું કામકાજ પતાવી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અસામાજિક તત્વોએ તેમની
પર જીવલેણ હુમલો કર્યો હતો. સદ્‌નસીબે સહદેવભાઈનો હોસ્પિટલનો સ્ટાફ હાજર હોવાના કારણે તેઓને બચાવી લીધા હતા. આ ઘટનામાં  સહદેવભાઈને નાની-મોટી ઈજાઓ થતા તાત્કાલિક ધોરણે તેમને સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ વધી જવા પામ્યો છે અસામાજિક તત્વો દ્વારા કયા પૈસા ઉઘરાવવા તો ક્યાંક દાદાગીરી કરી લોકો પર લૂંટ ચલાવી હુમલાઓ કરવામાં આવે છે.
પોલીસ પણ આ બાબતે આજ દિન સુધી આવા અસામાજીક તત્વોને પાઠ ભણાવવામાં નિષ્ફળ નીવડી છે. ત્યારે ડીસા શહેરમાં
 પણ અવારનવાર અસામાજિક તત્વો દ્વારા ડોક્ટરો પર જીવલેણ હુમલો કરવામાં આવે છે. અનેકવાર અસામાજિક ત¥વોના વિરોધમાં ફરિયાદ અને અરજીઓ કરી હોવા છતાં પોલીસને કયા ગ્રહો નડે છે કે આવા અસામાજીક તત્વોને પકડવામાં નિષ્ફળ છે. જો પોલીસ દ્વારા આવા અસામાજીક તત્વો સામે કડક વલણ અપનાવી યોગ્ય સજા કરવામાં આવે તો આવી  ઘટનાઓ અટકી શકે તેમ છે.

Download Our B K News Today App



Related News