સી.સી.આઈ.એમ. દ્વારા આયુર્વેદિક તબીબો માટે કરેલા પરિપત્રનો થરાદ આઇ.એમ.એ.ના ડોક્ટર દ્વારા વિરોધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-09 11:40:00
  • Views : 310
  • Modified Date : 2020-12-09 11:40:00

સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિન દ્વારા એમ એસ આર્યુવેદિક ની ડીગ્રી ધરાવતા તબીબોને આંખ, કાન, નાક, ગળું તેમજ હાડકાંને  લગતી અન્ય જટિલ શસ્ત્રક્રિયા કરવાની મંજૂરી આપતો
પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં  થરાદ ખાતે  કોરોના મહામારીની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિટસ્ન અને માસ્ક ફરજિયાત સાથે થરાદ ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા આ
પરિપત્રને પાછો ખેંચવાની માંગ ઉઠી છે અને  નારાઓ બોલી તેનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો  હતો.  કારણ કે એમાં સામાન્ય જનતાના આરોગ્યનું ભવિષ્યમાં જાેખમ ઊભું થઈ શકે છે તેમજ થરાદ આઈ.એમ.એ. એસોસિએેશનના  મહામંત્રી નરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે આ પરિપત્ર ખોટો કરવામાં આવ્યો છે તેમજ સ્પેશિયલિસ્ટ સર્જન થવા માટે મેડિસિનમાં એમ.બી.બી.એસ.કરી શરીર રચના જાણ્યા પછી જ તેમાં માસ્ટરી મેળવી સર્જરી કરી શકાય છે. ત્યારે આર્યુવેદિકમાં શરીરની રચનાનો અભ્યાસ આવતો નથી. આથી થરાદ આઇઆઇએમ દ્વારા આનો સખત વિરોધ કરવામાં આવે છે  અને આ પરિપત્રની રદ કરવા માટે માંગણી કરીએ  છે જેના ભાગરૂપે થરાદ  એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. જેમાં પ્રમુખ ખેમરાજભાઈ ચૌધરી, મહામંત્રી નરબતભાઇ પટેલ, ચંપાલાલ ખત્રી, હિરજીભાઈ પટેલ, રોયલબેન ગેલોત, હસમુખભાઈ ચૌધરી સહિત તમામ  ડોક્ટરોએ હાજરી આપીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Download Our B K News Today App



Related News