ડૉક્ટર વિરુદ્ધ સીધી ઓનલાઇન ફરિયાદ કરી શકાશે:

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-28 18:02:24
  • Views : 546
  • Modified Date : 2019-06-28 18:02:24

રાજ્યના ડૉક્ટર વિરોધી કોઇ ફરિયાદ હોય તો મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ પાસે ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકે તેવી સુવિધા ફરિયાદીઓ માટે ઉપલબ્ધ કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ હેઠળ મેડિકલ અધિકારીઓ અને ડૉક્ટરોની નોંધણી કરવી અનિવાર્ય છે અને તેમના વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદ પર કાર્યવાહી પણ કરવામાં આવે છે અને આ સુવિધાનું 100 ટકા ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે. કાઉન્સિલના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તેમ જ મેડિકલ શિક્ષણ પ્રધાન ગિરીશ મહાજનના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
સંબંધિત કલમ હેઠળ મેડિકલ કાઉન્સિલને મળનારી ફરિયાદો માટે ઓનલાઇન કમ્પ્લેન્ટ વેબપોર્ટલને નવેસરથી તૈયાર કરવામાં આવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. તેથી ફરિયાદ કરનારાઓની સમસ્યાનું નિવારણ ઝડપથી થશે અને મફતમાં ફરિયાદ કરી શકશે. આ પારદર્શક પરિણામકારક ફરિયાદ વ્યવસ્થાપન સિસ્ટમ હોવાથી કામ ઝડપથી થશે, એવું કાઉન્સિલના અધ્યક્ષે જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News