દીકરીનો જન્મ થયે દોઢ મહિનો થયો: ડોક્ટર આજદિન સુધી પોતાની પત્ની અને દીકરીને મળ્યા નથી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-22 18:11:45
  • Views : 420
  • Modified Date : 2020-05-22 18:11:45

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલી 1200 બેડ કોવિડ હોસ્પિટલ ખાતે મૂળ તમિલનાડુના રહેવાસી ડૉ. સર્વનન એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટમાં રેસિડન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવે છે. ડો. સર્વનનના ઘરે 6 એપ્રિલના રોજ દીકરીનો જન્મ થયો છે પરંતુ તેઓ કોવિડ હોસ્પિટલમાં ફરજ પર હોવાથી આજદિન સુધી પોતાની પત્ની અને દીકરીને રૂબરૂ મળી શક્યા નથી.ડૉ. સર્વનનની પત્ની પ્રથમ સપ્તાહમાં દીકરીને જન્મ આપ્યો છે. તેઓ માર્ચ મહિનામાં તમિલનાડુ જવાના હતા પરંતુ સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર થતાં તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પોતાની ફરજ બજાવી રહ્યા છે. ડૉ. સર્વનન 20 એપ્રિલ થી 27 એપ્રિલ સુધી કોવિડ હોસ્પિટલ ખાતે ફરજ બજાવી રહ્યા હતા તે દરમિયાન તેઓ કોરોના પોઝીટીવ થઈને માત્ર દસ દિવસમાં જ ડૉ. સર્વનનએ કોરોનાને પરાસ્ત કર્યો હતો.ડૉક્ટરે કોરોનાને પરાસ્ત કર્યા પછી પણ શાંત બેઠા વિના કોરોનાના અન્ય પોઝીટીવ દર્દીઓ ઝડપભેર સાજા થઈ શકે તે માટે તેઓએ પ્લાઝમા ડોનેટ કર્યા હતા. માત્ર આટલું જ નહિ, ડૉક્ટર સર્વનન 18 મે થી પોતાની ફરજ પર હાજર થઈને કોવિડ હોસ્પિટલ ખાતે અવિરતપણે ફરજ બજાવી રહ્યા છે. પોતાની પત્ની અને દીકરીનું મોઢું વિડીયો કોલિંગ દ્વારા નિહાળીને તેઓ પરિવારની સાથે-સાથે નોકરીને પણ ન્યાય આપી રહ્યા છે.કર્તવ્યભાવનાનું ઉત્તમ ઉદાહરણ ડૉ. સર્વનનએ પુરું પાડ્યું છે તેઓ સાચા અર્થમાં કોરોના વોરિયર્સ છે. સાથો-સાથ ડૉ.સર્વનનની નવજાત પુત્રી મોટી થઈને તેના જન્મ સમયની દાસ્તાન પિતાના મુખેથી સાંભળશે ત્યારે પુત્રી પણ ગૌરવ લેશે પિતાએ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં પણ પોતાની કર્તવ્યનિષ્ઠાને પ્રાધાન્ય આપ્યું.


Download Our B K News Today App



Related News