થરાદની ભણસાલી હોસ્પિટલમાં ડોકટરોનો અભાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-11 11:23:06
  • Views : 249
  • Modified Date : 2021-03-11 11:23:06

થરાદ ખાતે આવેલી ભણસાલી હોસ્પિટલમાં ડોક્ટરો ના હોવાથી લોકોમાં ભારે રોષ જાેવા મળ્યો હતો.  ભણસાલી હોસ્પિટલમાં તમામ દવાઓ મફત અપાતી હોય છે. જેથી થરાદ તાલુકાની આજુ બાજુના ગરીબ લોકો અહીં દવા માટે આવતા હોય છે. પરંતુ ધણા સમયથી ડોકટર અને દવાઓ મળતી નથી. આથી ગરીબ દર્દીઓને બહારથી પૈસા ખર્ચીને દવાઓ લાવવી પડે છ. જેથી લોકોમાં ભારે રોષ જાેવા મળ્યો હતો.
થરાદ ખાતે શ્રીમતી આર.સી.પરેખ હોસ્પિટલ ભણસાળી ટ્રસ્ટ સંચાલિત ચાલે છે. ભણસાળી હોસ્પિટલમાં ડોક્ટર ના હોવાના કારણે દર્દીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે તેવી રાડ ઉઠવા પામી છે.  જેનું કારણ  ભણસાલી હોસ્પિટલમાં ડોક્ટરો ના હોવાના કારણે તેમજ પુરતી દવાઓ મળતી નથી.  ભણસાલીના ડોક્ટરોએ લખેલી દવા હોસ્પિટલમાં મળતી નથી જેથી ગરબી દર્દીઓને  પ્રાઇવેટ મેડિકલમાં પૈસા ખર્ચીને મેળવવી પડે છે આથી દર્દીઓમાં ભારે રોષ ફેલાયો છે. બીજી બાજુ ભણસાળી હોસ્પિટલના સંચાલકો દ્વારા દવા નથી તેવો દર્દીઓને જવાબ આપવામાં આવી રહ્યા છે અને આ દવા  ડીસા જઈને લઈ આવો તેવા જવાબો આપતાં દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
બનાસકાંઠાના સરહદી થરાદ, વાવ, સુઇગામ તાલુકાના દર્દીઓને ભણસાલી હોસ્પિટલમાં ૫૦ ટકામાં દવા મળતી હોય છે એટલે દર્દીઓ વધારે ત્યાં તપાસ કરાવવા આવતા હોય છે. પરંતુ ભણસાળી હોસ્પિટલમાં  પૂરતા ડોક્ટરો અને દવાઓ ના હોવાના કારણે આ  વિસ્તારના દર્દીઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં પૈસા ખર્ચી ઈલાજ કરાવવો પડે છે.  માનસિક રોગના તેમજ ડાયાબિટીસ  જેવા અનેક દર્દીઓ  ભણસાલી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા હોય છે. ડોક્ટરો ના હોવાના કારણે દર્દીઓએ જણાવ્યું હતું કે જે પહેલા હતા તે  ડોક્ટર લલિતભાઈને પરત  મૂકવામાં આવે અથવા તો તેમની જગ્યાએ કોઈ સારા ડોક્ટર મૂકવામાં આવે તેવી માંગ કરી હતી.

Download Our B K News Today App



Related News