ગાંધીનગરમાં મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનીઝેશન દ્વારા તબીબી ક્ષેત્રમાં ઉચ્ચ અભ્યાસર્થે વિદેશમાં જઇ રહેલા ભવિષ્યના ડોક્ટરોનો સન્માન સમારંભ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-11 11:16:52
  • Views : 249
  • Modified Date : 2021-03-11 11:16:52

ગાંધીનગર સેક્ટર-૧૨ના ડો. બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે તબીબી ક્ષેત્રમાં ઉચ્ચ અભ્યાસર્થે વિદેશમાં જઇ રહેલા ભવિષ્યના ડોક્ટરોનો સન્માન સમારંભ યોજાયો. આ સમારંભ મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનીઝેશન ઘ્વારા યોજવામાં આવ્યો હતો. જે કાર્યક્રમના મુખ્ય અતિથિ  શિક્ષણમંત્રી ભુપેન્દ્રભાઈ ચુડાસમા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને તથા તેમના અભિભાવકોને પ્રોત્સાહિત કર્યા હતા.
શિક્ષણ મંત્રીએ પોતાના પ્રવચન દરમિયાન તબીબી ક્ષેત્રમાં કામ કરી રહેલા ડોક્ટરોને ભગવાન સમાન ગણાવી તમામ કોરોના વોરિયર્સને કોરોના કાળ દરમિયાનની તેમના અથાગ પ્રયત્નોને બિરદાવ્યા હતા. તેમજ એમબીબીએસમાં ભણવા જઈ રહેલા મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનીઝેશનના વિદ્યાર્થીઓને ગુજરાતમાં ભોમની સેવાકાજે વતન પરત ફરી લોકસેવાનો અનુરોધ કર્યો અને વિવિધ ક્ષેત્રમાં માસ્ટર ડિગ્રી અને રિસર્ચ કરવા માટે પ્રેરિત કર્યા. શિક્ષણ મંત્રીએ ગુજરાત સરકારની અનામત તથા બિન-અનામત શૈક્ષણિક સહાય યોજનાઓનો સદુપયોગ કરી મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને વધુમાં વધુ ભણી અને આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવી તેમજ ભાજપ સરકાર હરહંમેશ શિક્ષણની વિવિધ યોજનાઓ થકી ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓના સુવર્ણ ભવિષ્ય માટે તત્પર રહેશે એવું વચન આપ્યું. શિક્ષણ મંત્રીએ મેકિંગ ડૉક્ટર્સ ઓર્ગેનીઝેશનના ડિરેક્ટર ઉમંગ પટેલને તથા ઇન્ટરનેશનલ મેડિકલ સ્ટુડેંટ્‌સ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડો. અનિલ ચૌહાણના તબીબી શિક્ષણ ક્ષેત્રના યોગદાનને બિરદાવ્યો હતો. કાર્યક્રમના આયોજક ઉમંગ પટેલ દ્વારા વિદેશમાં તબીબી ક્ષેત્રમાં અભ્યાસ કરવા જઇ રહેલા દરેક વિદ્યાર્થોનું સન્માન કરી તેમને મેડિકલ અભ્યાસના બધા જ
પુસ્તકો ફ્રી આપવામાં આવ્યા અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ ડોક્ટર બની શકે તે માટે સતત પ્રયત્નશીલ રહેવાનું વચન આપ્યું. વિદ્યાર્થીઓ તથા વાલીઓએ આ કાર્યક્રમને અવિસ્મરણીય ગણાવી શિક્ષણ મંત્રીને તથા આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Download Our B K News Today App



Related News