તમે ગીતા સાથે વોટ્‌સએપ ઉપર ચેટ કરો છો ? સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી રૂ.ર૦ લાખ માંગ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-10 11:58:29
  • Views : 3390
  • Modified Date : 2021-02-10 11:58:29

 દોઢ લાખ આપ્યા પછી કુંભારડીના યુવકે ફોન ઉપર ધમકી આપી.

- કુંભારડીના રબારી યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ.

- થરાદના શો-રૂમના માલિકને અજાણી યુવતી સાથે ફોન ઉપર વાત કરવી ભારે પડી .

    થરાદમાં શો-રૂમ ધરાવતા માલિકને એક યુવકે બ્લેકમેલ કરી રૂ.૧.પ૦ લાખ પડાવી વધુ 20 લાખની માંગણી કરતાં કંટાળેલા શો-રૂમના માલિકે કુંભારડી ગામના રબારી યુવક સામે થરાદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.  આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, થરાદમાં સોનાલીકા શો-રૂમ ધરાવતા શો-રૂમના માલિક મહાદેવભાઈ સગથાભાઈ પટેલને ગીતા નામની યુવતી સાથે કરેલી વાતચીતનું રેકોર્ડિંગ અને વોટ્‌સએપ ચેટને કુંભારડીના યુવક દિલીપભાઈ રબારીએ પોતાની પાસે હોવાનું જણાવ્યું હતું. અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરીશ તેવી ધમકી આપી હતી. અને દોઢ લાખ પડાવ્યા હતા. પરંતુ થોડા દિવસ પછી ફરીથી આજ પ્રકારની ધમકી આપી બ્લેકમેલ કરી રહેલા રબારી યુવકે વધુ રૂ.ર૦ લાખની માંગણી કરી હતી. જેથી મહાદેવભાઈએ પોતાની પ્રતિષ્ઠાને હાની ન પહોંચે તે માટે યુવકને પોતાના શો-રૂમ બોલાવ્યો હતો. ત્યારે યુવકે રૂ.ર૦ લાખ નહીં આપો તો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને ફરીથી બ્લેકમેલ કરી રહ્યો હતો. અને હજુ પોતાની પાસે ફોન રેકોર્ડિંગ અને સ્ક્રીન શોટ પડ્યા હોવાથી ‘તમારે વીસ લાખ આપવા જ પડશે’ જેને લઈને માનસિક રીતે કંટાળી ગયેલા મહાદેવભાઈએ પોતાને બ્લેકમેલ કરતા કુંભારડીના દિલીપભાઈ રબારી વિરૂધ્ધ થરાદ પોલીસ મથકમાં આઈપીસી કલમ ૩૮૪ અને પ૦૭ મુજબ ફરીયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

Download Our B K News Today App



Related News