દાંતીવાડા મુકામે રાજયપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને કૃષિ યુનિ.નો ૧૫મો દિક્ષાંત સમારોહ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-30 12:05:57
  • Views : 537
  • Modified Date : 2019-11-30 12:05:57

બનાસકાંઠા જિલ્લાના
દાંતીવાડા મુકામે કૃષિ યુનિવર્સિટી ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતના
અધ્યસક્ષસ્થાને કૃષિ યુનિવર્સિટીનો ૧૫ મો દિક્ષાંત સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે રાજયપાલ આચાર્ય દેવવ્રતે ડિગ્રી મેળવનાર વિવિધ ફેકલ્ટીના ૪૯૫ વિદ્યાર્થીઓને અભિનંદન અને ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, પદવી ગ્રહણ કરતા વિદ્યાર્થીઓ જ્ઞાન અને
કૌશલ્યથી સુખી-સમૃધ્ધગ રાષ્ટ્રનું નિર્માણના યશભાગી બને. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓએ અપાર મહેનત, ખંત,  નિષ્ઠા અને
સમર્પણભાવથી શૈક્ષણીક કાર્ય સંપન્ન કરી જે ડિગ્રી મેળવી છે તેનો ઉપયોગ સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે કરીએ.
રાજયપાલીએ વિદ્યાર્થીઓને શીખ આપતાં જણાવ્યું  કે, ડીગ્રી મેળવીને હવે જિંદગીના એક જવાબદારીભર્યા ક્ષેત્રમાં ચરણ માંડી રહ્યા છો ત્યારે પુરૂષાર્થ, સમર્પણભાવ, આત્મવિશ્વાસ અને ઉત્સાહથી સદાય શિક્ષિત અને અપડેટ રહી નામ રોશન કરીએ. કૃષિ ક્ષેત્ર દેશના કરોડો લોકોને રોજગારી આપતુ મહત્વષનું ક્ષેત્ર છે ત્યારે ખેડૂતો આધુનિક અને વૈજ્ઞાનિક ખેતીનો અભિગમ અપનાવી ખર્ચ ઘટાડી ઉત્પાદન વધારે તે દિશામાં
પરિણામદાયી પ્રયાસો થાય તે જરૂરી છે. તેમણે કહ્યું કે, કૃષિ તજજ્ઞોનો ધર્મ અને કર્તવ્ય બને છે કે ખેડૂતો સાથે જ્ઞાનને વહેંચી સાર્થક બને. રાજયપાલશ્રીએ વડીલો અને વૃધ્ધ લોકોને પણ માન-સન્માન આપવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.
કૃષિ, ગ્રામ વિકાસ અને વાહનવ્યવહાર મંત્રી  આર.સી.ફળદુએ ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતાં કહ્યું કે, ખેડૂતોને સહાયરૂપ બનવા
આપણા જ્ઞાન અને શિક્ષણનો ઉપયોગ કરી સાર્થક કરીએ. તેમણે કહ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સમયથી ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઇ છે. મંત્રીએ તુલનાત્મક વિગતો રજૂ કરતાં જણાવ્યું કે, રાજય સરકારના વ્યાપક પ્રયાસો, નવા નવા સંશોધનો અને યોજનાઓને લીધે ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે. ગુજરાત વિવિધ પ્રકારના સંખ્યાબંધ ખેતી
પાકોમાં અને બાગાયતી ઉત્પાદનમાં દેશમાં પ્રથમ અને બીજા નંબરનું ગૌરવભર્યુ સ્થાન ધરાવે છે. તેમણે કહ્યું કે, આ જવલંત સિધ્ધિઓ રાજયની કૃષિ યુનિવર્સિટીઓ, રાજય સરકાર અને ખેડૂતોની મહેનતના લીધે પ્રાપ્ત થઇ છે.
 મહારાણા પ્રતાપ યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજી, ઉદયપુર-રાજસ્થાનના વાઇસ ચાન્સેલર ર્ડા. નરેન્દ્રસિંઘ રાઠોડે વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે હવે જિંદગીના નવા અને જવાબદારીભર્યા ક્ષેત્રમાં આગળ વધવાનું છે ત્યારે જવાબદારી સમજી સ્વીકારીને આગળ વધીએ.  દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ઉપકુલપતિ  ર્ડા.આર.કે.પટેલે સ્વાગત પ્રવચન કરી યુનિવર્સિટીની વિવિધ પ્રવૃતિઓ તથા પ્રગતિની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે, કૃષિ વૈજ્ઞાનિકોના પ્રયાસોથી નોંધપાત્ર સફળતા મેળવી શકાઇ છે. બટાકા, દાડમ, ઘઉં, એરંડા, જુરૂ, મકાઇ, રાજગરો વગેરે પાકોના નોંધપાત્ર ઉત્પાદનમાં યુનિવર્સિટીનું યોગદાન રાષ્ટ્રીડયકક્ષાએ અગ્રેસર છે એમ તેમણે જણાવ્યું હતું.
રાજયપાલ વરદ હસ્તે યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીજના વિધાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં  ફેકલ્ટી ઓફ વેટરનરી સાયન્સર એન્ડ  એનિમલ હસબન્ડસરીની વિદ્યાર્થીની વંદનાને ઉત્કૃષ્ઠન દેખાવ બદલ આઠ ગોલ્ડ  મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. ફેકલ્ટી ઓફ હોર્ટીકલ્ચરના વિદ્યાર્થી સુભમકુમાર અને ફેકલ્ટી ઓફ હોમ સાયન્સ એન્ડ ન્યુટ્રીશનની વિદ્યાર્થીની અસનાની માનસી મહેશકુમારને પાંચ-પાંચ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરીભાઇ ચૌધરી, ધારાસભ્ય  શિવાભાઇ ભૂરીયા, ડીસા માર્કેટયાર્ડના ચેરમેન  માવજીભાઇ દેસાઇ, કલેકટર સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી  અજય દહીયા, પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ, રાજયની વિવિધ કૃષિ યુનિવર્સીટીના ઉપકુલપતિઓ, બી.એસ.એફ.ના કમાન્ડીંધગ ઓફિસર તિવારી, યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ ફેકલ્ટીના ડીન, પ્રોફેસરો, અધિકારીઓ તથા ડીગ્રી મેળવનાર વિદ્યાર્થીઓ, વાલીઓ વગેરે સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ કુલસચિવ ર્ડા. કે.કે.પટેલે કરી હતી.  

Download Our B K News Today App



Related News