સિમ્બલ પાણી અને બેડા ગામ વચ્ચેના પ્રોટેક્શન દીવાલમાં લાખોનું કૌભાંડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-07 10:57:41
  • Views : 446
  • Modified Date : 2019-06-07 10:57:41

ગુજરાતના મોખરાના યાત્રાધામ અંબાજીની ગણના દેશભરના મોટા શક્તિપીઠમાં થાય છે. આ ધામ ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર દાંતા તાલુકામાં આવેલુ છે. આ તાલુકામાં મોટાભાગે આદિવાસી સમાજના લોકો વસવાટ કરી રહ્યા છે. અહીં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી વિવિધ ગ્રાન્ટો અને યોજનાઓ ફાળવવામાં આવે છે. પણ અહીં જંગલ ખાતાના કામોમાં ભારે લાલીયાવાડી જોવા મળી રહી છે. આ બાબતે અવારનવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈજ પરીણામ ન આવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. હાલમાં દાંતા તાલુકામાં સરકાર તરફથી વિવિધ ગ્રાંટો ફાળવવામાં આવે છે. ત્યારે આવા કામોની ગુણવત્તા સામે સવાલો થયા છે અને અહીં ભારે લાલીયાવાડી જોવા મળી રહી છે.તા. ૧૩-૪-૧૯ નેતાજીનરીગાજી રબારી અરજદારએ જિલ્લા  મેજીસ્ટ્રેટ  અને કલેક્ટર બનાસકાંઠાને લેખિત  ફરિયાદ કરી હતી. અને તેમની સાથે આખા ગામ વાળાએ સહીઓ કરી કાયદેસર લેખિત અરજી કરી હતી. જેમાં  જણાવ્યું  હતું કે  સિમ્બલ અને બેડા ગામ વચ્ચે મુખ્ય રસ્તાની સાઈડ સાઇડે બે કિમીના અંતરમાં  પ્રોટેક્શન દીવાલ બનાવવામાં આવી છે. જેમાં ૧૦૦ કરતા પણ વધુ વન અધિકાર દાવેદારોને કાયમી કબ્જા ભોગવટાની ખેતીની જમીન અને રહેણાંકના ઘરો આવેલા હોઈ આ દીવાલથી ગરીબ લોકો સીધી રીતે પ્રભાવીત  થઇ રહ્યા છે. આમ આવા મનઘડત નિર્ણય સામે આ લોકોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈજ નિર્ણય આવ્યો ન હતો અને આ કારણે આ સિમ્બલ અને બેડા ગામના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.



Download Our B K News Today App



Related News