સુરતમાં લોકડાઉન બાદ ઠપ્પ થયેલા કાપડ ઉદ્યોગમાં દિવાળીની ખરીદી નીકળી, 35 ટકા ઓનલાઈન ઓર્ડર મળ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-05 13:07:05
  • Views : 465
  • Modified Date : 2020-11-05 13:07:05

               કારોના લોકડાઉનના કારણે કાપડના વેપારની ચિંતા ફેલાયેલી છે. જો કે સુરત ટેકસ્ટાઈલ ઉદ્યોગના વેપારીઓએ દિવાળીની ખરીદી નીકળતા ખુશી વ્યક્ત કરી છે. હજી દિવાળીને એક સપ્તાહ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 2000-3500 કરોડ સુધીનો વેપાર પણ કરી લીધો છે. દિવાળી બાદ આવી રહેલી પોંગલ અને લગ્ન પ્રસંગમાં મોટો વેપાર થવાની આશા પણ વેપારી વ્યક્ત કરી રહ્યા છે. સુરત ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગના વેપારીઓને 35 ટકા જેટલો ઓનલાઈન ઓર્ડર મળ્યો છે. કોરોનાની મહામારી હોવા છતાં પણ 60 ટકા જેટલો વેપાર થતાં વેપારીઓ પણ ચિંતામુક્ત થયા છે. એટલું જ નહીં પરંતુ વધુ ડિમાન્ડની સામે પ્રોડક્શન ઓછું પડી રહ્યું છે. જેની પાછળ લેબરની અછત અને ગ્રે-કાપડનું ઓછું ઉત્પાદન મૂળ કારણ માનવામાં આવી રહ્યું છે.રાજેશભાઇ (કાપડના વેપારી) એ જણાવ્યું હતું કે, સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટોમાં સામાન્ય દિવસોમાં 2.50 કરોડ મીટર કાપડનો જથ્થો પ્રોસેસિંગ હાઉસમાંથી ઠાલવવામાં આવે છે, જે હાલ કોરોનાની મહામારીના કારણે ઘટીને 1.50 કરોડ મીટર થઈ ગયું છે.લોક ડાઉન બાદ ટેકસ્ટાઈલ ઉદ્યોગની સ્થિતિ કફોડી બની હતી.રાજ્ય સરકારના આદેશ બાદ કોરોનાની ચુસ્ત ગાઈડ લાઇન સાથે ફરી ધંધા વેપાર શરૂ થયા હતા. જ્યાં નવા વેપારની આશા વેપારીઓ સેવી બેઠા હતા. જો કે અનલોક દરમ્યાન શરૂ થયેલી માર્કેટ માત્ર બપોર સુધી જ ચાલુ રાખવામાં આવતી હતી અને વેપાર જોઈએ તેવો જોવા મળતો નહોતો.જેના કારણે વેપારીઓ ભારે ચિંતામાં મુકાયા હતા. વેપારીઓને આશા નહોતી કે કોરોનાની મહામારી વચ્ચે ચાલીસ ટકા પણ વેપાર થઈ શકશે.પરંતુ વેપારીઓ આ આશા રંગ લાવી અને ઓનલાઈન ઓર્ડરમાં 35 ટકા જેટલો વધારો થયો છે.જેના કારણે વેપારીઓ ચિંતામુકત બન્યા છે.સુરતના ટેકસ્ટાઈલ ઉદ્યોગનો દિવાળીના દિવસો દરમ્યાન કરોડોનો વેપાર રહેલો છે, જ્યાં ચાલુ વર્ષે માત્ર દિવાળીના આઠ દિવસ અગાઉ જ અંદાજીત 2000-3500 કરોડનો વેપાર ટેકસ્ટાઈલ ઉદ્યોગ દ્વારા કરી લેવામાં આવ્યો છે. તેમાં ખાસ આ વખતે કોરોનાની મહામારી વચ્ચે વેપારની આશા છોડી બેઠેલા વેપારીઓની દિવાળી ફળી છે.કોરોનાના ડરથી રાજ્ય બહારથી જે વેપારીઓ સુરત ઓર્ડર આપવા નહોતા આવી શકતા તે વેપારીઓએ સુરતના વેપારીઓને બલ્કમાં ઓર્ડર આપ્યા હતા. જે ઓર્ડરો પૂરા કરી દીધા બાદ હવે વેપારીઓ પાસે પણ પૂરતો સ્ટોક નથી રહ્યો. જેથી માલની ડિમાન્ડ વધી છે પરંતુ કાપડનું ઉત્પાદન ખૂબ જ ઓછું થઈ રહ્યું છે. જેની પાછળ લેબર ન હોવાના કારણે પ્રોસેસિંગ હાઉસમાં માત્ર 50 થી 60 ટકા જેટલું જ કાપડ નું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.જો કે દિવાળીની સિઝનનો 50 થી 60 ટકા જેટલો વેપાર હાલ થઈ ચૂક્યો હોવાથી વેપારીઓએ પણ રાહત અનુભવી છેભેરુસિંહ (વેપારી)એ કહ્યું હતું કે, સુરત ટેકસ્ટાઈલ્સ માર્કેટના અગ્રણી અને વેપારી રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીના કારણે વેપારીઓ માત્ર 15 ટકા જેટલો જ વેપાર કરી રહ્યા હતા. પરંતુ જેમ જેમ દિવાળીના દિવસો શરૂ થતાં જ રાજ્ય બહારથી ઓનલાઈન ઓર્ડરો મળ્યા હતા.જેના કારણે વેપારીઓનો છેલ્લા બે-બે વર્ષથી દુકાનોમાં રહેલ સાડીનો માલ પણ નીકળી ગયો છે. કોરોનાની મહામારી ના કારણે મોટાભાગના વેપારીઓ સુરત આવી શકતા નહોતા, જેથી સોસીયલ મીડિયા, ફેસબુક તેમજ વોટ્સએપ માધ્યમથી વેપારીઓને ડિઝાઇન અને સેમ્પલોના ફોટોગ્રાફ મોકલવામાં આવતા હતા.જેના આધારે રાજ્ય બહારના વેપારીઓ સુરતના વેપારીઓને ઓર્ડર આપી રહ્યા હતા

Download Our B K News Today App



Related News