વડોદરામાં ડિવોર્સી મહિલાને પૂર્વ પતિના મિત્રએ પ્રપોઝ કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-04 18:00:09
  • Views : 24
  • Modified Date : 2025-05-04 18:00:09

વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતી એક ડિવોર્સી મહિલાને તેના પતિનો મિત્ર પરેશાન કરતો હોવાથી તેણે પોલીસ ફરિયાદ કરી છે.

મહિલાએ પોલીસને રજૂઆત કરી છે કે, મારા લગ્ન થયા બાદ પતિએ પ્રકાશ દોડીયા સાથે પરિચય કરાવ્યો હતો. બે-ત્રણ વખત પતિ સાથે તેને મળવાનું થયું હતું. અમારે ઝઘડા થાય તો સમાધાન માટે પણ તે ક્યારેક વચ્ચે પડતો હતો  પરંતુ પતિ સાથે ડિવોર્સ થતાં પ્રકાશ પાછળ પડી ગયો હતો અને તેણે મને પ્રપોઝ પણ કર્યું હતું. જેથી મેં તેને ઠપકો આપ્યો હતો, આમ છતાં તે મારો પીછો કરતો હતો.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ‘તાજેતરમાં એક યુવક સાથે મારે સગપણ નક્કી થયું છે, પરંતુ પ્રકાશ મારા મંગેતરને પણ ધમકીઓ આપી રહ્યો છે. ગઈ તા. ૩૦મી એ રાતે તેણે મારા મંગેતરને રસ્તામાં અટકાવી મારો પીછો છોડી દેવા અને સંબંધ તોડી દેવાનું કહી જાેઈ લેવાની ધમકી આપી હતી. જેથી ગોરવા પોલીસે સમતા વિસ્તારમાં અક્ષર એપાર્ટમેન્ટમાં રહેતા પ્રકાશ સામે ગુનો દાખલ કર્યો છે.‘

Download Our B K News Today App



Related News