બનાસકાંઠા જિલ્લાના દૂધ ઉત્પાદકોને દિવાળીની ભેટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-24 11:31:31
  • Views : 454
  • Modified Date : 2019-10-24 11:31:31

બનાસ ડેરી પશુપાલકોને ચૂકવાતા ભાવમાં રૂપિયા ૧૫/નો કરશે. ભાવ વધારો
પશુપાલકો માટે છ માસમાં સાતમી વખત ભાવ વધારતી બનાસ ડેરી જિલ્લાના દૂધ
ઉત્પાદકો માટે દિવાળીની ભેટ સમાન રૂ.૧૫/-નો ભાવ વધારો ચૂકવવાનો નિર્ણય બનાસ ડેરીના નિયામક મંડળની મીટિંગમાં લેવાયો હતો. ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ દૂધ
ઉત્પાદકોને કિલો ફેટે રૂ.
૧૫/- નો ભાવ વધારો ચૂકવવાની જાહેરાત કરતા હવે દૂધ ઉત્પાદકોને રૂ. ૬૭૫/- ને બદલે રૂ.૬૯૦/-મળશે. તેજ પ્રમાણે મંડળીકક્ષાએ પણ રૂ.૭૬૫/- જમા થશે. જે બનાસ ડેરી માટે દૂધ ઉત્પાદકોને ભાવ ચૂકવવાની ઐતિહાસિક ઘટના ગણાશે. સાથે સાથે બનાસ ડેરી દ્વારા પશુપાલકોને અપાતા પશુદાણ (બનાસદાણ)માં પણ  ભાવ ન વધારવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે દૂધ
ઉત્પાદકોને સૌથી વધુ ભાવ ચૂકવતી બનાસ ડેરીએ છેલ્લાં છ માસમાં આ સાતમી વખતનો  કરેલો ભાવ વધારો જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે ખુશીની લહેર સમાન બનશે.

Download Our B K News Today App



Related News