નોરતામાં ઘરાકી જ નહીં થતા ભીંસમાં મુકાયેલા મીઠાઈ ફરસાણના વેપારીઓને દિવાળી-દશેરામાં રાહત આપવા માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-23 12:04:40
  • Views : 346
  • Modified Date : 2020-10-23 12:04:40

કોરોના મહામારીને પગલે રાજ્યમાં મીઠાઈ ફરસાણના વેપાર ધંધા ઉપર પડેલી માઠી અસરને ધ્યાનમાં લઇ દશેરા તેમજ દિવાળીના તહેવારો દરમિયાન વેપારીઓને રાહત મળી રહે તે માટે સરકાર તરફથી રાહત દરે તેલ, ખાંડ, બેસન અને ડીઝલ સહિતની જરૂરી સાધનસામગ્રી પૂરી પાડવા મીઠાઈ ફરસાણ એસોસિએશન દ્વારા માંગણી કરવામાં આવી છે.
ગાંધીનગર તાલુકા મીઠાઈ ફરસાણ ઉત્પાદક મંડળના પ્રમુખ કૌશિકભાઇ સુખડિયાએ જણાવ્યું છે કે, છેલ્લા સાત મહિનાથી કોરોનાના કારણે મીઠાઈ ફરસાણનો વેપાર ઠપ થઈ ગયો છે. જેના કારણે ગંભીર આર્થિક ભીંસ હોવા સાથે નવરાત્રિ જેવા તહેવારો સમયે પણ ઘરાકી નહીં ખુલતા સ્થિતિ વધુ ખરાબ બની છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, આ તહેવારોમાં મીઠાઇ ફરસાણની આવકમાં ૫૦ ટકા જેટલો ઘટાડો થવાની શક્યતા છે. આવા કપરા મંદીના સમયમાં પણ તેલ, ખાંડ, બેસન અને કાચી સામગ્રીના ભાવોમાં કમરતોડ વધારો થતાં વેપારીઓ માટે પડતા પર પાટુ જેવી સ્થિતિ થઈ છે. જેમાં ગરબાનું આયોજન નહીં થતાં ઘરાકીમાં ખૂબ જ મંદી રહી છે. આથી દશેરા અને દિવાળીના તહેવારોમાં પણ ઘરાકી ૫૦ ટકા જેટલી થાય તેમ હોવાથી રાજ્ય સરકારે આ વેપારીઓને વ્યાજબી દરે કાચો માલસામાન પૂરો
પાડવો જોઈએ. કૌશિક સુખડિયાએ વધુમાં જણાવ્યું છે કે, ફાસ્ટ ફૂડ તેમજ આરોગ્યને નુકસાન કરતા કેટલાક
પેકિંગ અને ખુલ્લા નાસ્તાની સરખામણીએ આરોગ્યપ્રદ મીઠાઈ ફરસાણ પૂરું પાડતા વેપારીઓને પ્રોત્સાહન આપવું જોઇએ.

Download Our B K News Today App



Related News