પાલનપુરમાં મકાન ઉપર વીજળી પડતાં દિવાલ ધરાશાયી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-11 12:11:28
  • Views : 774
  • Modified Date : 2019-09-11 12:11:28

પાલનપુરમાં મંગળવારે સાંજના સુમારે વરસાદ દરમિયાન કંથેરીયા હનુમાન વિસ્તારમાં કડાકા સાથે એક મકાન ઉપર વીજળી ત્રાટકી હતી. જેના પગલે મકાન ઉપર બનાવેલા કઠેડાની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. આ ઉપરાંત રહીશોના મકાનોમાં વીજ ઉપકરણો બળી ગયા હતા. આ ઘટનાને પગલે લોકોમાં ભારે ફફડાટ પ્રસરી ગયો હતો.
પાલનપુરમાં છેલ્લા એક સપ્તાહથી સાંજના સુમારે ભારે વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. જ્યાં મંગળવારે પણ દિવસભર ભારે ઉકળાટ બાદ સાંજના સુમારે  વરસાદ શરૂ થયો હતો. દરમિયાન કંથેરીયા હનુમાન વિસ્તારમાં કડાકા સાથે એક મકાન ઉપર વીજળી ત્રાટકી હતી. જેના પગલે મકાન ઉપર બનાવેલા કઠેડાની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. આ ઉપરાંત રહીશોના મકાનોમાં વીજ ઉપકરણો બળી ગયા હતા. ઘટનાને પગલે ગભરાહટના માર્યા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ અંગે સ્થાનિક રહીશ હરેશભાઇ પરમારે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં રહેતા કાંતિભાઈ ભીખાભાઈ પરમારના મકાન ઉપર કડાકા સાથે વિજળી ત્રાટકી હતી. જેથી દિવાલ તૂટી પડી હતી. વીજળી પડતાં મારૂ ટીવી બળી ગયું હતું. આ ઉપરાંત આ વિસ્તારમાં રહેતા લોકોના ટીવી, ફ્રીજ સહિતના ઉપકરણો બળી જતાં નુકશાન થયું હતું. લોકોમાં ભારે ફફડાટ પ્રસરી ગયો હતો. જેઓ પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા.

Download Our B K News Today App



Related News