બનાસકાંઠા જિલ્લા NSUI જિલ્લામાં વધતા જતા ડ્રગ્સના વ્યાપારને રોકવા માટે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાને આવેદનપત્ર આપ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-20 11:11:41
  • Views : 264
  • Modified Date : 2022-07-20 11:11:41

 

બનાસકાંઠા NSUI દ્વારા જિલ્લા પોલીસ અધીક્ષકશ્રી ને ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા ડ્રગ્સ ના વ્યાપને અટકાવવા માટે આવેદન પત્ર આપી રજુવાત કરવામાં આવી.ગુજરાત NSUI દ્વારા ડ્રગ્સ વિરુદ્ધ રાજ્ય વ્યાપી મુહિમ શરૂ કરવામાં આવેલી જે સંદર્ભે આજ રોજ બનાસકાંઠા NSUI દ્વારા જિલ્લા NSUI ના વિવિધ આગેવાનો ને સાથે રાખી પાલનપુર જોરાવર પેલેસ ખાતે પોલસ અધિક્ષકશ્રી ને આવેદન પત્ર આપી ડ્રગ્સ વિરુદ્ધ મુહિમ ચલાવી ડ્રગ્સ ના વેપારીઓને પકડવા માંગ કરેલ. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ડ્રગ્સ ડીસામાં વહેંચાય છે અને પીવાય પણ છે આજે નાના બાળકોથી માંડી મોટા સૌ કોઈ ડ્રગ્સના રવાડે દિવસેને દિવસે ચડી રહ્યા છે જેના કારણે આજે આજની પેઢી વ્યસનના રવાડે ચડતી જાય છે જેના કારણે આજે અનેક ગુનાહિત ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ડ્રગ્સ નું પ્રમાણ બંધ થાય તે માટે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી જેમાં જિલ્લા NSUI પ્રતિનિધિ હાર્દિકભાઈ પઢીયાર, નરેન્દ્રસિંહ સોલંકી, ભૂપેન્દ્ર માધવી યુવા કોંગ્રેસના હરજીતભાઈ ચૌધરી તેમજ NSUI ના વિપુલ અશલ, અજયભાઈ રોહિત, ભાવેશ ચૌધરી સહિત ના મુખ્ય આગેવાનો  એ હાજરી આપી.

Download Our B K News Today App



Related News