ડીસાની સરસ્વતી સ્કૂલ ખાતે જિલ્લાકક્ષાના રસ્સાં ખેંચ સ્પર્ધા યોજાઇ : ૯૦ જેટલી ટીમોએ ભાગ લીધો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-07 11:00:00
  • Views : 292
  • Modified Date : 2022-05-07 11:00:00


ડીસા શહેરમાં આવેલ સરસ્વતી સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઇ હતી જેમાં સમગ્ર જિલ્લામાંથી ભાઈઓ અને બહેનો ની ટીમો હાજર રહી ખેલદિલીપૂર્વક રસાખેચ સ્પર્ધામાં ભાગ લીધો હતો

 

દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ ભણતરની સાથોસાથ રમત ગમત વિશે જાણતા થાય તે માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે યોજાતા ખેલ મહાકુંભમાં અને રમતવીરો સારું પ્રદર્શન કરી દેશ અને દુનિયામાં દેશનું નેતૃત્વ કરતા હોય છે ખાસ કરીને શહેરી વિસ્તારમાં તો વિદ્યાર્થીઓ રમત ગમત વિશે જાણતા હોય છે પરંતુ ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ અભ્યાસની સાથોસાથ રમત ગમત વિશે આગળ વધે તે માટે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે કોરોનાવાયરસની મહામારી બાદ પ્રથમવાર ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવતા બનાસકાંઠા જિલ્લામાં મોટી સંખ્યામાં રમતવીરોએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો અને પોતાનામાં રહેલ શક્તિઓને બહાર લાવી રમતગમત ક્ષેત્રે સારું પ્રદર્શન કરી વિજેતા બન્યા હતા ત્યારે વર્ષે પણ ડીસા શહેરમાં આવેલ સરસ્વતી વિદ્યાસંકુલ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્પર્ધામાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી ભાઈઓ અને બહેનોની ૯૦ જેટલી ટીમોએ ભાગ લીધો હતો સવારથી શરૂ થયેલી સ્પર્ધામાં નાનાથી માંડી મોટા લોકો રસ્સા ખેંચ સ્પર્ધામાં જોડાયા હતા.. જેમાં ૧૭ વર્ષના ભાઈઓની ટીમમાં પાલનપુરની ટીમ વિજેતા બની હતી જ્યારે 17 વર્ષની બહેનોમાં થરાદની ટીમ વિજેતા બની હતી. ઓપન રસ્સાખેચ સ્પર્ધામાં પ્રથમ નંબર ભાઈઓમાં ડીસાની ટીમ વિજેતા બની હતી ત્યારે બહેનોમાં થરાદની ટીમ વિજેતા બની હતી. જ્યારે 40 વર્ષ ઉપર ભાઈઓમાં લાખણીની ટીમ અને બહેનોમાં વડગામની ટીમ વિજેતા બની હતી ઉપરાંત 60 વર્ષ ઉપરમાં ભાઈઓમાં લાખણીની ટીમ જ્યારે બહેનોમાં વડગામની ટીમ વિજેતા બની હતી આમ સવારથી શરૂ થયેલી રસ્સાં ખેંચ સ્પર્ધામાં તમામ વિદ્યાર્થીઓ પોતાનામાં રહેલ સુષુપ્ત શક્તિઓ બતાવી મેદાન પર સારું પ્રદર્શન કર્યું હતું

Download Our B K News Today App



Related News