બનાસકાંઠામાં ગઢ પાસે કેનાલમાં થયેલી યુવકની હત્યાનો અનડિટેકટ ગુન્હાનો ભેદ ઉકેલતી જિલ્લા LCB પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-30 13:30:36
  • Views : 6018
  • Modified Date : 2021-07-30 13:30:36

     પાલનપુર તાલુકાના ગઢ પાસે પસાર થતી કેનાલમાંથી આજે વહેલી સવારે એક યુવકની લાશ મળી આવી હતી પ્રાથમિક દ્રષ્ટિએ યુવકની હત્યા કરાઈ હોવાનું માલુમ પડતાં પોલીસે અજાણ્યા મૃતક ના પરિવારજનોની શોધખોળ હાથ ધરી હતી. તપાસ કરતા યુવક ડીસાના વિરેન પાર્ક માં રહે તો જગદીશ ઉર્ફે જીગર વિષ્ણુભાઈ રામાનંદ હોવાનું જાણવા મળતા પોલીસે તેની લાશ પરિવારજનોને સોંપી તેના હત્યારાઓને શોધવા માટે તપાસ શરૂ કરી હતી. મૃતક ની નાનામાં નાની વિગતો , ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્શીસ આધારે તપાસ કરતાં તેના મિત્રએ પ્રેમ પ્રકરણ મામલે હત્યા કરી હોવાનું માલુમ પડ્યું હતું. જેમાં તપાસ કરતા  મૃતક જગદીશ રામાનંદી અને ગુનામાં સંડોવાયેલા આરોપીઓ એકબીજાના મિત્રો હતાબે વર્ષ અગાઉ મૃતક જગદીશ ગુનાના મુખ્ય આરોપી પ્રકાશ ઉર્ફે પપ્પુ શંકરજી ઠાકોર ની પ્રેમિકા ની દીકરી ને ભગાડીને લઈ ગયો હતો. જોકે પાછળથી તેઓ મળી આવતા સમાધાન થયું હતું પરંતુ પ્રેમ પ્રકરણ ની અદાવત રાખી પ્રકાશ ઠાકોર તેના અન્ય ત્રણ મિત્રો ભરત ઉર્ફે રૂડો ઘેમરજી ઠાકોર, અંકિત ઉર્ફે બંટી સુભાસભાઈ યાદવ અને રાકેશ હસમુખલાલ ખત્રી સાથે મળી મૃતક જગદીશ નું ભોંયણ ગામ પાસેથી અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈ માર મારી તેની હત્યા કરી હતી અને આરોપીઓ પકડાઇ જાય તે માટે લાશ ને સામઢી ગામ પાસે કેનાલમાં ફેંકી ત્યાંથી હત્યારાઓ નાસી ગયા હતા, જો કે જિલ્લા એલસીબી ની ટીમે ગણતરીના કલાકોમાં હત્યાનો ગુન્હો ઉકેલી દીધો છે અને ત્રણ આરોપીઓ ની અટકાયત કરી છે જ્યારે હત્યામાં વપરાયેલ ઇકો ગાડી કબજે લઇ ફરાર મુખ્ય આરોપી પ્રકાશ ઠાકોર ની શોધખોળ હાથ ધરી છે.

 

Download Our B K News Today App



Related News