આંગણવાડીના બાળકોને પ્રોટીન પાવડરનું વિતરણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-26 11:15:50
  • Views : 253
  • Modified Date : 2022-06-26 11:15:50


ગુજરાત સરકારના સુપોષણ અભિયાન અંતર્ગત રાજ્યમાં કોઈપણ બાળક કુપોષિત ના રહે અને તંદુરસ્ત બને તેના માટે  સરકાર દ્વારા અને સરકારની સાથે ખભેખભા મિલાવી વિવિધ સંસ્થાઓ સુપોષણ કાર્યક્રમ કરી કુપોષણ દુર કરવા સતત પ્રયત્નશીલ છે

જેના ભાગરૂપે આજરોજ ડીસા તાલુકાના ખરડોસણ ગામે કુપોષિત બાળકોના આરોગ્ય તપાસણી ડો.રોશનીબેન ઝાલા દ્વારા કરવામાં આવી અને જરૂરી માર્ગદર્શન સાથે સરકાર શ્રી ની યોજના મુજબ આપવામાં આવેલ પ્રોટીન પાવડરનું વિતરણ કરવામાં આવ્યું,   

  કાર્યક્રમમાં જિલ્લા માલધારી સેલના સહસંયોજક જયેશભાઈ દેસાઈ, પૂર્વ શક્તિ કેન્દ્ર પ્રમુખ ભાવિનભાઈ અનાવાડિયા, ડે. સરપંચ પાંચાભાઇ દેસાઈ, મોતીભાઈ દેસાઇ, અશોકભાઈ પ્રજાપતિ, વિમલભાઈ દેસાઈ, વીરાભાઇ દેસાઈ, જોરાભાઈ પ્રજાપતિ, લેબાભાઈ પ્રજાપતિ, કમલેશભાઈ પ્રજાપતિ, રવિભાઈ દરબાર, મહેશભાઇ પ્રજાપતિ સાથે આંગણવાડી બહેનો અને બાળકોના વાલીઓ ઉપસ્થિત રહી સરકારની બાળકોના આરોગ્યલક્ષી કામગીરીને બિરદાવી હતી.

Download Our B K News Today App



Related News