ખરડોસણ ગામે બાળ પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-19 10:45:30
  • Views : 249
  • Modified Date : 2022-05-19 10:45:30

ખરડોસણ ગામે બાળ પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું

 

ડીસા તાલુકાના ખરડોસણ ગામે આજે ગુજરાત સરકારના સુ પોસણ અભિયાન અંતર્ગત બાળકોને કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

ગુજરાત સરકારના સુપોષણ અભિયાન અંતર્ગત ડીસા તાલુકાના ખરડોસણ ગામે ચાલતી આગણવાડી કેન્દ્રમાં આવતા બાળકોને કુપોષિત માંથી સુ પોષિત બંને તે અંતર્ગત બનાસકાંઠા જિલ્લા માલધારી સેલ  સહ સંયોજક જયેશ આર દેસાઈ ની અધ્યક્ષતા ખરડોસણ આંગણવાડીમાં ૩૫ જેટલા કુપોષિત બાળકોને ડોક્ટર સાહેબ કિરીદ્વારા આરોગ્ય તપાસની કરીને બાળકોને તંદુરસ્ત કેવી રીતે જળવાઈ રહે તે માટે બાળકો ના વાલીઓને જરૂરી માર્ગદર્શન સાથે તમામ 35 બાળકોને પૌષ્ટીક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે આ તમામ 35 બાળકોને છ માસ માટે જયેશભાઈ દેસરા દ્વારા દત્તક લઈ તેમના આરોગ્યની કાળજી લેવાની ખાતરી આપી હતી  આજના કાર્યક્રમના પેન સિંગ સોલંકી ભીલડી સંગઠનના પ્રમુખ , અને જોગાભાઈ દેસાઈ ખેતી બેંક ડિરેક્ટર અને નરસિંહભાઇ દેસાઈ સરપંચ અને દેસાઈ વીરાભાઇ આંગણવાડી બહેનો અને ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

Download Our B K News Today App



Related News