બનાસકાંઠાના કેટલાક તબીબોએ PNDT એક્ટનો ભંગ કર્યો હોવાનું બહાર આવતા : આરોગ્ય વિભાગે 8 સોનોગ્રાફી મશીન કર્યા સીલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-03 13:55:29
  • Views : 884
  • Modified Date : 2021-11-03 13:55:29

 

બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. આર.વી. પટેલે એક માસ અગાઉ ડીસા અને ધાનેરા અને પાલનપુર ની હોસ્પિટલોમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી.જેમાં ડીસા શહેરમાં ગાયત્રી મંદિર સામે આવેલ ડો. તુષાર એમ. પટેલની હરિવદન સર્જીકલ હોસ્પિટલ, ડો. બીમલ જે.બારોટની ઓમ ઓર્થોપેડિક એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ તેમજ દીવ્ય કોમ્પલેક્ષમાં આવેલી ડો ચિંતન આર. આચાર્યની આચાર્ય હોસ્પિટલ તેમજ પાલનપુર અને ધાનેરા ની 150 થી વધુ હોસ્પિટલમાં તપાસ હાથ ધરી હતી જેમાં તપાસ કરતા 8 હોસ્પિટલના સોનોગ્રાફી મશીન ની નિભાવણી પીએનડીટી એક્ટ મુજબ થતી હોવાનું જાણવા મળ્યું હતું. તબીબોએ આરોગ્ય વિભાગમાં સોનોગ્રાફી મશીનના રજીસ્ટરના રિપોર્ટ રજૂ કરેલા હતા તેમજ રજીસ્ટર યોગ્ય રીતે નિભાવવામાં પણ આવતા હોવાનું તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું. જેથી જિલ્લા આરોગ્ય અધિકારીએ 8 તબીબોને કારણ દર્શક નોટિસો ફટકારી હતી તેમજ જિલ્લા પીએનડીટી એડવાઇઝરી કમિટીની મિટિંગમાં પણ 8 તબીબોના સોનોગ્રાફી મશીનો સીલ કરવાનો નિર્ણય લેવાયો હતો. જે અંતર્ગત જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે 8 હોસ્પિટલોમાં ઓચિંતી રેડ કરી સોનોગ્રાફી મશીનો સીલ કરી એક માસથી લઈને એક માસથી વધુ સમય માટે સીલ કરી હાલ પૂરતું તેનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કર્યું હતું.

Download Our B K News Today App



Related News