રાજમંદિર થી આદેશ ગેસ્ટ હાઉસ સુધી ભરાતા પાણી નો નિકાલ પાલિકાએ લાવ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-03 12:08:22
  • Views : 260
  • Modified Date : 2021-11-03 12:08:22

ડીસા શહેર ના મધ્ય માંથી પસાર થતો નેશનલ હાઈવે જેના પર ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન  બની ગઇ હતી તેમજ વારંવાર અકસ્માતના કારણે અનેક માસૂમોએ જીવ પણ ગુમાવ્યા હતા જેના કારણે સ્થાનિક લોકો દ્વારા બ્રિજની રજૂઆતના પગલે સરકાર દ્વારા બ્રિજ મંજૂર કરવામાં આવ્યો હતો.જે બાદ રચના કન્ટ્રકશન દ્વારા ડીસા શહેર માંથી એલિવેટેડ બ્રિજ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ હાઇવે ઓથોરિટી દ્વારા જે કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલી બ્રિજની કામગીરી માં રાજ મંદિર થી લઈ આદેશ ગેસ્ટ હાઉસ સુધી વરસાદી પાણી તેમજ ગટરનું પાણીના નિકાલ માટે જે ગટરલાઈન હતી તે ચોકબ કરી દેતા  ગટરનું પાણી તેમજ વરસાદનું પાણી રાજ મંદિર સર્કલ થી લઈ આદેશ ગેસ્ટ હાઉસ  સુધી ના હાઇવે પર રેલમછેલ થઈ જતા સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી તેમજ વારંવાર અકસ્માત સર્જાતા હતા.જે બાદ સ્થાનિક લોકો દ્વારા પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠકકર  ને રજૂઆત કરવામાં આવી હતી સ્થાનિક લોકોની રજૂઆતને ધ્યાને લઇ ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર દ્વારા અનેકવાર હાઇવે ઓથોરીટીને આ સમસ્યાનો નિકાલ માટે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ હાઇવે ઓથોરિટી દ્વારા કોઇ કાર્યવાહી ન કરતાં આખરે ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર તેમજ ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી તેમજ સેનિટેશન ચેરમેન દંડક શૈલેષ પ્રજાપતિ તેમજ નગરપાલિકાની ટીમ સાથે મળી રાજમંદિર સર્કલથી લઈ આદેશ ગેસ્ટ હાઉસ  સુધી જે ગટર ચોકબ હતી તેને ખુલ્લી કરવામાં આવી હતી. અને જે વરસાદી તેમજ ગટરનું પાણી ભરાતું હતું તેનો ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠકકર દ્વારા કાયમી નિકાલ લાવવા માટે કામગીરી શરૂ કરી સ્થાનિક લોકોની રજુઆત નો અંત લાવ્યો હતો..

Download Our B K News Today App



Related News