તાવડિયાની ર૦ વર્ષીય યુવતિ કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-02 12:30:59
  • Views : 694
  • Modified Date : 2020-05-02 12:30:59

પાટણ જિલ્લામાં નોંધાયેલ કોવિડ-૧૯ ના કુલ ૨૧
પોઝીટીવ દર્દીઓ પૈકી સારવાર બાદ વધુ એક દર્દી સાજી થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જિલ્લામાં કુલ ૭ દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. જે પાટણ જિલ્લા માટે ખુશીના સમાચાર છે.
સિધ્ધપુરની ખાનગી
હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં ફરજ બજાવતી તાવડિયા ગામની ર૦ વર્ષીય યુવતિનો કોવિડ-૧૯ નો ટેસ્ટ કરતા તે પોઝીટીવ આવી હતી અને ત્યારબાદ તેને જી.એમ.ઇ.આર.એસ. ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જયાં સોળ દિવસની તબીબી સારવાર બાદ યુવતિને રજા આપવામાં આવી હતી. રાજય સરકારના આરોગ્ય વિભાગની ગાઇડલાઇન મુજબ ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે સારવાર આપ્યા બાદ ૨૪ કલાકના અંતરે લેવામાં આવેલા બે કોવિડ-૧૯ ના ટેસ્ટ નેગિટીવ આવતા તેમને કોરોના વાયરસમુક્ત જાહેર કરાયા હતા. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થનાર દર્દી જણાવે છે કે ધારપુર હોસ્પિટલના ડોકટર્સ, નર્સ અને સ્ટાફ દ્વારા ખુબ સારી સેવાઓ
પૂરી પાડવામાં આવી હતી. જેનાથી તેઓને સંતોષ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ યુવતિ ૧૬ દિવસ બાદ સાજા થતા તેઓને પોતાના ઘરે જ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવશે.

Download Our B K News Today App



Related News