ડીસાના રાણપુરની દીકરીને દહેજની માંગણી કરી સાસરી દ્વારા મારઝૂડ કરી કાઢી મૂકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-14 11:33:57
  • Views : 346
  • Modified Date : 2022-07-14 11:33:57


 દીકરાને લેવા જતા પરણીતાના બંને ભાઈઓને પણ માર માર્યો


 ડીસા તાલુકાના રાણપુર ઉગમણાવાસની દીકરીને દહેજની માંગણીના મુદ્દે  તેના પતિ અને સાસરિયાંઓએ માર મારી ઘરેથી કાઢી મૂક્યા બાદ તેના દીકરાને લેવા જતા પરણીતાના બંને ભાઈઓને પણ મારઝૂડ કરતા પરણીતાએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.


ડીસા તાલુકાના રાણપુર ઉગમણાવાસ ગામે રહેતા દિલીપભાઈ બાબુલાલ જોશીની દીકરી અંકિતાના લગ્ન કુચાવાડા ખાતે રહેતા મહેન્દ્રભાઈ અંબાલાલ જોષી સાથે પાંચેક વર્ષ અગાઉ થયા હતા. તેઓને સંતાનમાં એક દીકરો છે. જેમાં મહેન્દ્ર જોશી દ્વારા પોતાની પત્નીને  પિયરમાંથી કંઈ દહેજ લાવી ન હોય વારંવાર મારઝૂડ કરવામાં આવતી હતી. જેમાં બે દિવસ અગાઉ અંકિતાના પતિ મહેન્દ્રએ તેને તું દહેજમાં કંઈ લાવી નથી અને મારે તને રાખવી નથી તેમ કહી માર મારવા લાગતા અંકિતાએ પોતાના ભાઈને સાસરિયામાં લેવા માટે બોલાવ્યો હતો અને પોતાનો દીકરો સોંપી દેવાની માંગ કરી હતી. આ દરમ્યાન સાસુ સસરા દિયર વગેરે પણ અંકિતાને તું અમારે જોઈતી નથી એના દીકરો અમારી પાસે રહેશે તેમ કહી પોતાનો દીકરો પણ આપ્યો ન હતો.


 જેથી અંકિતા પોતાના ભાઈ સાથે પિયરમાં આવી ગઈ હતી. જોકે દીકરા વગર પોતાનું મન લાગતું ન હોય આખી રાત તેને પોતાનો દીકરો યાદ આવતા બીજા દિવસે અંકિતાના બંને ભાઈઓ મેહુલ અને નિકેશ જોશી તેણીના સાસરીયે ગયા હતા અને દીકરાની માંગ કરતા તેમના બનેવી મહેન્દ્ર જોષી તેમજ અંકિતાના સાસુ,સસરા,દિયરે તેમને લાકડી ધોકા વડે હુમલો કરી મારઝૂડ કરી  જાનથી મારવાની ધમકી આપી હતી. જેમાં બંને ભાઈઓને હાથે અને માથામાં ઇજા થઈ હતી.


 આ બનાવ અંગે અંકિતા એ પોતાના પતિ મહેન્દ્રભાઈ જોશી, સસરા અંબાલાલ રામચંદ્ર જોશી, સાસુ ગીતાબેન અંબાલાલ જોષી, અને દિયર સાગર અંબાલાલ જોષી સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.


Download Our B K News Today App



Related News