ડીસાના વેપારીનું પાર્સલ ખોવાઈ જતા એસટી વિભાગને વળતર ચૂકવવા આદેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-22 11:46:22
  • Views : 280
  • Modified Date : 2022-07-22 11:46:22


બનાસકાંઠા ગ્રાહક તકરાર નિવારણ પંચે આપેલો આદેશ


ડીસાના વેપારીએ સુરેન્દ્રનગરથી એસટી પાર્સલ મારફત મંગાવેલો માલ પોતાને ન મળતા બનાસકાંઠા ગ્રાહક તકરાર નિવારણ પંચમાં ફરિયાદ કરી હતી. જે મામલે બંને ની દલીલો સાંભળ્યા બાદ પંચે એસટી વિભાગ ની ભૂલ હોવાથી વેપારીને વળતર ચૂકવવા માટે હુકમ કર્યો છે.


આ અંગેની વિગત એવી છે કે ડીસાના જુના બસ સ્ટેન્ડ સામે આવેલા એન આર પાર્કમાં હિંગળાજ જનરલ સ્ટોર્સ નામની દુકાન ધરાવતા હર્ષદભાઈ ઠક્કરે પોતાના ધંધાના માલની જરૂરિયાત હોય સુરેન્દ્રનગર ખાતેથી ફેકરી કી માંથી માલ મંગાવ્યો હતો. જે વેપારીએ સુરેન્દ્રનગર થી એસટી પાર્શલ મારફતે માલ મોકલ્યો હતો અને ડીસા એસટી પાર્સલ ઓફિસથી તે લેવાનો હતો. જોકે લાંબા દિવસો સુધી પાર્સલ ન મળતા ડીસા ના વેપારીએ તપાસ કરતા એસ.ટી. વિભાગનું પાર્સલનું કામ આશાપુરા ટ્રેડ એન્ડ ટ્રાન્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની એજન્સી કરતી હોવાનું માલુમ પડ્યું હતું. અને વધુ તપાસ કરતા બસ કંડકટરની ભૂલ ના કારણે માલ ગુમ થયો હોવાનું જણાવ્યું હતું. જે અંગે વેપારીએ વારંવાર એસટી વિભાગ તથા પાર્સલ એજન્સી નો સંપર્ક કરવા છતાં પાર્સલ અંગે કોઈ પણ જવાબ ના આપતા વેપારીએ ગ્રાહક અને તકરાર નિવારણ પંચ સમક્ષ ફરિયાદ કરી હતી. . . .જેમાં પંચના અધ્યક્ષે સમગ્ર કેસ માં અરજદારના જરૂરી પુરાવાઓ તપાસી એસટી વિભાગ ને વળતર ચૂકવવા આદેશ કર્યો હતો. આ કિસ્સામાં કંડકટરની બેદરકારીથી પાર્સલ ગુમ થયેલું હોય આ જવાબદારી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે એસ ટી વિભાગની બને છે. જેથી પંચે એસટી વિભાગને ડીસાના વેપારીને રૂપિયા 27,140 માલની કિંમત વર્ષ 2018 થી 9 ટકા ના વ્યાજ સહિત ચૂકવવાના તેમજ રૂપિયા 1500 ખર્ચ પેટે અને 1000 રૂપિયા માનસિક ત્રાસના ચૂકવવાનો આદેશ કર્યો હતો.જ્યારે રૂપિયા 5000 ની રકમ એસટી વિભાગ અને પાર્સલ એજન્સીએ રાજ્ય ગ્રાહક કલ્યાણ નિધિમાં જમા કરાવવાનો પણ આદેશ કર્યો છે.. . . . .


Download Our B K News Today App



Related News