ડીસા તાલુકાના વડાવળ ગામે સંત મેળાવડાનું આયોજન થયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-29 14:13:06
  • Views : 472
  • Modified Date : 2020-01-29 14:13:06

ડીસા તાલુકાના વડાવળ ગામના વાઘેલા મંગળજી મુલજીના માતાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા સંત મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સંત મેળાવડામાં સૌપ્રથમ સાંજના સમયે ઉપસ્થિત સંતો-મહંતો અને ભક્તોનું ભવ્ય સામૈયું કરી વધાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત તમામ લોકોએ ભોજન પ્રસાદ કરી મોડીરાત સુધી ભજન સત્સંગની રમઝટ બોલાવી હતી. જેમાં આજુબાજુના ગામોમાંથી પધારેલા ભક્તમંડળ દ્વારા એક એક ભજન વાણીનું રસપાન કરાવ્યું હતું ઉપરાંત સંતોએ પણ દ્રષ્ટાંત સાથે માર્મિક ઉપદેશ આપી આશિર્વચન પાઠવ્યા હતા.આ પ્રસંગે વાઘેલા મંગળજી મુલજીના પરિવાર દ્વારા સંતોનું પણ હારતોરા કરી સન્માન કરાયું હતું.આ કાર્યક્રમમાં સ્ટેજ પર બીરાજમાન સંતોમાં બળવંતરામ મહારાજ (કાણોદર), વશરામજી મહારાજ (કાણોદર), અજમલ ભારથી મહારાજ (રવિયાણા), બળવંતરામ મહારાજ (ભુતિયાવાસણા), કાંતિરામ મહારાજ તથા નાગજી મહારાજ અને શિવભારથી મહારાજ વડાવળ તથા તારાબા અને રમીલાબા ઉપરાંત બહોળી સંખ્યામાં સેવક ગણ અને ભક્તોએ ઉપસ્થિત રહી ભજન સત્સંગનો લાભ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં સ્ટેજ સંચાલન કવિરાજ કાણોદર  દ્વારા કરવામાં આવ્યું હતું.


Download Our B K News Today App



Related News