ડીસા તાલુકા પોલીસે દારૂ,રીક્ષા અને મોબાઈલ સહિત રૂ.93,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-05 11:39:33
  • Views : 361
  • Modified Date : 2022-08-05 11:39:33


ડીસાના રાણપુર નજીકથી દારૂ ભરેલી રીક્ષા ઝડપાઈ

 

ડીસા તાલુકા પોલીસે રાણપુર રોડ પરથી દારૂ ભરેલી રીક્ષા ઝડપી લઇ  દારૂ ની બોટલો, બિયરના ટીન, રીક્ષા અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 91900 નો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સોને ઝડપી લીધા હતા.

 

ડીસા તાલુકા પોલીસને બાતમી મળી હતી કે રાણપુર રોડ તરફથી વિદેશી દારૂ ભરીને એક રીક્ષા આવી રહી છે. જેથી તાલુકા પોલીસ સ્ટાફના કોન્સ્ટેબલ રમેશભાઈ, વિષ્ણુભાઈ અને રાજેશભાઇ સહિતની ટીમે વોચ ગોઠવતા બાતમી વાળી રીક્ષા આવતા તેને રોકાવતા રિક્ષામાં બે શખ્સો બેઠેલા હતા. જ્યારે પાછળના ભાગે વિદેશી દારૂ ભરેલો જણાતા પોલીસે રિક્ષા જપ્ત કરી હતી.પોલીસે કુલ રૂપિયા 41,200 ની કિંમત નો 228 બોટલ દારૂ અને બિયરના ટીન જપ્ત કરી રિયાઝ ઈબ્રાહીમભાઇ શેખ અને રાકેશ શંકરલાલ જૈનની ધરપકડ કરી બંને શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો. પોલીસે દારૂની બોટલો, બિયરના ટીન અને રૂપિયા 50,000 ની કિંમતની રીક્ષા તેમજ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 91,900 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Download Our B K News Today App



Related News