ડીસા પોલીસ અધિક્ષક ડૉ.કુશલ ઓઝાની ગાડીને સિધ્ધપુર-ગુરુકુળ મંદિર પાસે નડ્યો અકસ્માત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-05 18:01:03
  • Views : 2931
  • Modified Date : 2022-09-05 18:02:13

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવવામાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને હાઇવે પર વધતા જતા અકસ્માતો ને અત્યાર સુધી અનેક માસુમ જિંદગીઓ મોતની ભેટી છે તો અનેક લોકો ઈજાગ્રસ્ત પામ્યા છે. વારંવાર જતા અકસ્માતો ને લઇ લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે આવો જ એક વધુ અકસ્માત ડીસા પોલીસ અધિક્ષકની કાઢીને નડ્યો હતો જ્યાં પાલનપુર થી અમદાવાદ નેશનલ હાઈવે પર જઈ રહ્યા હતા તે સમયે ડીસા પોલીસ અધિક્ષક ડૉ.કુશલ ઓઝાના ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ માતા સિદ્ધપુર નજીક આવેલ ગુરુકુળ મંદિર પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગાડીમાં સવાર ડૉ.કુશલ ઓઝા અને તેમના માતા-પિતા ને ગંભીર ઇજાઓ પહોંચી હતી.આ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક રાહત અને બચાવવાની કામગીરી શરૂ કરી હતી અકસ્માતમાં ઇજાગસ્ત તમામ લોકોને સારવાર અર્થે તાત્કાલિક અમદાવાદ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News