ડીસાના જાબડીયા ગામે તું કેમ અમારી ઉડાવે છે તેમ કહી ઝઘડો કર્યો કુટુંબી ભાઈઓ એ જ ભાઈને માર મારતા ઇજા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-24 13:26:48
  • Views : 341
  • Modified Date : 2022-07-24 13:26:48


 ડીસા તાલુકાના ઝાબડીયા ગામમા કુટુંબી ભાઈઓ વચ્ચે મશ્કરી ઉડાવવા બાબતે ઝઘડો થતાં એક વ્યક્તિને ગંભીર ઇજા થવા પામી હતી. જે અંગે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.


આ અંગેની વિગત એવી છે કે ડીસા તાલુકાના ઝાબડિયા ગામે રહેતા દલાજી વેલાજી ઠાકોર  પોતાના ઘરે બેઠા હતા તે દરમિયાન તેમના કુટુંબી ભાઈઓ પ્રભાતસિંહ મણાજી ઠાકોર, ભરતજી સાલજી ઠાકોર, જોરાજી સાલજી ઠાકોર તથા વિષ્ણુજી સાલજી ઠાકોર ઘરે આવી અને કહેવા લાગેલ કે તું કેમ અમારી ઉડાવે છે તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યા હતા. જેથી દલાજીએ કહેલ કે મેં કોઈની પણ મજાક ઉડાવી નથી. છતાંય ચારેય શખ્સોએ તેમના ઉપર હુમલો કરી લોખંડની ખીલાસરી મારતા તેઓને માથાના અને હાથના ભાગે ગંભીર ઇજા થઈ હતી. હુમલો કર્યા બાદ ક્યારે શખ્સો જાનથી મારી નાખવાની ધમકી અપી નાસી છૂટ્યા હતા.દરમિયાન આજુબાજુથી લોકો એકત્ર થઈ જતા દલાજી ઠાકોરને ડીસા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.


 આ બનાવ અંગે દલાજી ઠાકોરે તેમના કુટુંબી ભાઈઓ પ્રભાતસિંહ ઠાકોર, ભરતજી ઠાકોર, જોરાજી ઠાકોર અને વિષ્ણુજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Download Our B K News Today App



Related News