ડીસાના ચંદાજી ગોળીયા ગામમાં મહિલા પર હુમલો ઠપકો આપવા જતા પુત્રને પણ ધમકી આપી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-24 11:53:06
  • Views : 281
  • Modified Date : 2022-08-24 11:53:06

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મારામારીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને આજે લોકો ન જેવી બાબતમાં આવેશમાં આવી જઈ મારામારી જેવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે સતત વધતી જતી મારામારીની ઘટનાઓને લઈ લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ડીસા તાલુકાના ચંદાજી ગોળીયા ગામે માતાને ધોકો મારતા શખ્સોને ઠપકો આપવા ગયેલા પુત્ર સાથે પણ ઝગડો કરી  જાનથી મારી નાખવાની ધમકી આપતા ડીસા તાલુકા પોલીસ મથકે ચાર ઇસમો સામે ફરિયાદ નોંધાઇ છે..ડીસા તાલુકાના ચંદાજી ગોળીયા ગામે રહેતા ગોવિંદજી છગનજી માળી ખેતી કરે છે.તેઓ ગઈકાલે કામ અર્થે દાંતીવાડા ગયા હતા ત્યારે તેમના પિતા નો ફોન આવેલો કે મોરથલ ગોળીયા ગામના ડામરાજી કપુરજી માળીએ તારી માતા ડાહીબેન ને ધોકા વડે માર મારેલો છે તેમજ તેમના  પત્ની અળસી બેન ડામરાજી માળી, અનિલ ડામરાજી માળી અને લાધાજી કપુરજી માળીએ અમારી સાથે ઝપાઝપી ઝગડો કરેલો છે. જેથી તેઓ ઘરે આવી ડામરાજીના ઘરે જઈ ઠપકો આપવા જતા ગોવિંદજી સાથે પણ ઝઘડો કરી છેડતી ના ખોટા કેસમાં ફસાવી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ગોવિંદજીએ આ બાબતે ચારેય જણા ઉપર ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News