ડીસા નવીન બસસ્ટેન્ડ માં પારાવાર ગંદકી સ્થાનિક વેપારી ઓ દ્વારા પોસ્ટર લગાવી ગંદકી ના કરવા અનુરોધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-30 11:30:50
  • Views : 249
  • Modified Date : 2022-07-30 11:30:50



ઉત્તર ગુજરાત ની આર્થિક પાટનગરી એવા


ડીસા નું નવીન બસસ્ટેન્ડ પારાવાર ગંદકી થી ખદબદી ઉઠ્યું છે સફાઈ ના અભાવે આ નવીન  બસસ્ટેન્ડ ની હાલત નરકાગર સમાન બની ચુકી છે તેમાંય હાલ માં ચોમાસાની સિઝન હોઈ સમગ્ર બસસ્ટેન્ડ વિસ્તાર માં વરસાદી પાણી ભરાઈ જતા સ્થિતી વિકટ બની છે તેમજ સ્કૂલ ના વિધાર્થીઓ પણ ગુટકા અને સ્મોકિંગ સાથે દારૂની મહેફિલ માણતા હોવાનો સ્થાનિક વેપારી ઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે વળી હાલ માં   ચોમેર વરસાદી પાણી ભરાઈ જતા અહીં આવતા મુસાફરો ભારે હાલાકી વેઠી રહ્યાં છે જેમાં જાહેર સોચાલય ,સિડી, પાર્કિંગ વિસ્તાર માં સફાઈ ના થતા કચરા ના ઢગ ખડકાઈ જતા સ્થાનિક વેપારી ઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આ મામલે વારંવાર એસટી વિભાગ ને રજુઆત કરવા છતાં પણ સફાઈ કરવામાં આવતી નથી  જોકે ગંદકી ના કારણે આવિસ્તાર ના ગભીર રોગચાળો પણ ફેલાવા ની ભય સ્થાનિક વેપારીઓ સેવી રહ્યા છે જોકે અગાઉ આદિત્ય કોમ્પ્લેક્સ નામે બનેલું નવીન બસસ્ટેન્ડ સમગ્ર ઉત્તર ગુજરાત નું સુવિધાસભર બસ સ્ટેન્ડ ગણાતું હતું પરંતુ આજે આ બસ સ્ટેન્ડ ના કોમ્પ્લેક્સ આવરા તત્વો નો અડ્ડો બની ચૂક્યું છે તેમજ મોડી સાંજે અનેક આવારા તત્વો આ કોમ્પ્લેક્સ ની સીડી ઓ ની અંદર દારૂ ની મહેફિલ પણ માણે છે તેમ છતાં આ બાબતે અહીં કોઈજ પોલીસ પોઇન્ટ ના હોવાના કારણે આવરા અને લૂખા તત્વો નો છૂટો દોર મળી રહયો છે ત્યારે આ મામલે સ્થાનિક વેપારી નો ભેગા મળ્યા હતા સમગ્ર બસ સ્ટેન્ડ વિસ્તાર માં સ્મોકિંગ નહિ કરવા માટે પોસ્ટર લગાવ્યા હતા અને મુસાફરો માં જાગૃતિ લાવવા માટે નો પ્રયાસ હાથ ધર્યો હતો


Download Our B K News Today App



Related News