ઉતર ગુજરાત નું નંબર 1 તરીકે ઓળખાતું ડીસા નવા બસસ્ટેન્ડમાં ગંદકીનું સામ્રાજય છવાયું નંગરપાલિકા અને એસટી ડેપો રમી રહ્યા છે ખો ખો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-21 11:50:07
  • Views : 228
  • Modified Date : 2022-07-21 11:50:07

 

 ગુજરાત સરકાર દ્વારા ડીસા ખાતે આધુનિક બસ સ્ટેન્ડ બનાવ્યું હતું જે બસ સ્ટેન્ડ ઉતર ગુજરાતનું પ્રથમ નંબર તરીકે ઓળખાતુ હતું પરંતુ  નબળી નેતાગીરી અને નબળાં વહીવટીતંત્ર ની ઘોર બેદરકારીના લીધે  છેલ્લા કેટલાય સમયથી  જિલ્લા એસટી ડિવિઝનની બેદરકારીથી ડીસા બસ સ્ટેન્ડની હાલત  દયનીય સ્થિતિ જોવાં મળી રહી છે ડીસા બસ સ્ટેન્ડમાં દર ચોમાસાની ઋતુમાં નર્કાગાર હાલતમાં જોવા મલે છે  ડીસા એસટી ડેપો અને નંગરપાલિકા દ્વારા ખો ખો ની રમત રમતાં હોઈ બસ સ્ટેન્ડમાં મુસાફરી કરતાં મુસાફરો ભયંકર પાણીજન્ય રોગચાળામાં સપડાયા તેવી પરીસ્થીતીનું નિર્માણ જોવાં મળી રહ્યું છે ડીસા બસ સ્ટેન્ડમાં છેલ્લા 5 મહીનાની પાણીનો બોર ફેલ થઈ જતાં એસટી ડેપો દ્વારા  ટેન્કર મારફતે પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે પરંતુ પીવાનાં પાણીની પરબમાં પાણી બંઘ થતાં મુસાફરો પૈસા ખર્ચીને પાણીની બોટલો ખરીદવા મજબુર બની રહ્યા છે જ્યારે હાલમાં ચોમાસામાં વરસાદની શરૂઆત થતાં બસ સ્ટેન્ડની અદર અને બહાર વરસાદી પાણી ભરાતાં ગંદકીમાં ગરકાવ થઈ જવાં પામ્યું છે જે ગંદા પાણીમાં મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે જેનાંથી બસ સ્ટેન્ડમાં આવતાં મુસાફરોને ભયંકર પાણીજન્ય બિમારીમાં સપડાય તેવી પરીસ્થીતી નું નિર્માણ થવા પામ્યું છે જ્યારે એસટી બસ સ્ટેન્ડ ના શોપિંગ સેન્ટરના વેપારીઓ દ્વારા આડેધડ રીતે કચરો જાહેરમાં ફેંકતા હોઈ કચરાના ઢગલા ખડકાઈ રહ્યા છે જ્યારે એસટી ડેપો દ્વારા માત્ર નોટીસ આપી સંતોષ માની લીધી છે પરંતુ લોકોનું આરોગ્ય ની કોઈ ચિંતા હોય તેવું જોવા મળી રહ્યું છે નંગરપાલિકા દ્વારા પણ એસટી ડેપો મેનેજરની જવાબદારી હોય હાથ અધ્ધર કરવામાં આવી રહ્યા છે જ્યારે હાલમાં એસટી બસ સ્ટેન્ડના કમ્પાઉન્ડમાં ઠેર-ઠેર કચરાના ઢગલા અને ગટરનાં પાણી વરસાદી પાણીનો ગરકાવ થતાં એસટી બસ સ્ટેન્ડ નર્કાગાર સ્થિતિ જોવાં મળી રહી છે પરંતુ એસટી વિભાગ દ્વારા સમગ્ર જવાબદારી જિલ્લા એસટી ડિવિઝન પર ઢોળવામાં આવી રહી છે એસટી બસ ડેપો દ્વારા વારંવાર જિલ્લા એસટી ડિવિઝન માં રજુઆત કરવામાં આવી હોવા છતાં આજદીન સુધી નવા બસ સ્ટેન્ડમાં મુસાફરો ની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે કોઈ રસ દાખવતાં હોવાના આક્ષેપ લાગી રહ્યા છે ત્યારે બસ સ્ટેન્ડની દુર્દશા હોવા છતાં નવા બસસ્ટેન્ડની આજદીન સુધી એકપણ નેતાઓ કે વહીવટીતંત્ર દ્વારા રૂબરૂમાં મુલાકાત કરવામાં આવી નથી  ત્યારે ડીસા શહેરના આધુનિક એસટી બસ સ્ટેન્ડમાં જિલ્લા કલેકટર શ્રી દ્વારા એકવાર રૂબરૂમાં મુલાકાત કરી કરોડના ખર્ચે બનાવેલ એસટી બસ સ્ટેન્ડ માં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી એસટી બસ સ્ટેન્ડને સ્વચ્છ બનાવે તેવી મુસાફરો દ્વારા લાગણી સાથે માગણી વ્યક્ત કરવામાં આવી રહી છે

Download Our B K News Today App



Related News