ડીસા કોલેજમાં આઈસ ઓલ ઈન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુ.ની માહિતી અપાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-29 17:07:17
  • Views : 444
  • Modified Date : 2020-01-29 17:07:17

સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત ડીએનપી આટ્‌ર્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે  કેસીજી અમદાવાદ દ્વારા આઈસ ઓલ ઈન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશન અંગેની માહિતી આપવામાં આવી હતી.ડીસા ખાતે કાર્યરત સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત ડી.એન.પી. આટ્‌ર્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા દર વર્ષે વિવિધ માર્ગદર્શન લગતા કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે ત્યારે કેસીજી અમદાવાદ દ્વારા આઈસ ઓલ ઈન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશન અંગેની માહિતી આપવામાં આવી હતી. તે ઉપરાંત ઓનલાઇન અપલોડ કરવા અંગેનો વર્કશોપ પણ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાની જુદી જુદી કોલેજમાંથી ૫૫ કોલેજ આઈસ નોડલ ઓફિસર હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં તજજ્ઞ તરીકે સ્ટેટ આઈસ નોડલ ઓફિસર ડો. આર. કે. શાહ ઉપસ્થિત રહ્યા હતા. ડીસા કોલેજના ઓફિસર તેજસ આઝાદે વર્કશોપમાં ઉપસ્થિત નોડલ ઓફિસરનું સ્વાગત કર્યુ હતુ. વર્કશોપની વ્યવસ્થામાં પ્રોફેસર કે.એમ. પટેલ અને કે.એસ. ડામોર દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલનની કામગીરી દિવ્યા પિલ્લઈ અને પ્રોફેસર નવનીત રાણાએ કરી હતી.


Download Our B K News Today App



Related News