ડીસા પંથકમાં બટાકા કાઢવાના શ્રી ગણેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-10 14:46:31
  • Views : 1375
  • Modified Date : 2020-02-10 14:46:31

ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં 65 હજાર હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર થયું હતું. આમ ઠંડીના કારણે બટાકાનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થઈ રહ્યું છે.તો સામે ભાવ પ્રતિ મણે 221 સુધી મળી રહ્યા છે. ડીસા પંથકમાં બટાકા કાઢવાના શ્રી ગણેશ કર્યા છે.ત્યારે સૌથી વધુ બટાકાનું વાવેતર ડીસા તાલુકામાં 35,117 હેકટર જમીનમાં અને સમગ્ર જીલ્લામાં 62,349 હેકટર જમીનમાં થયું હતું. જેમાં બટાટા કાઢવાની સિઝન શરૂ થતા એક મહિના સુધી ખેતરોમાં બટાકાનો ધમધમાટ જોવા મળતો હોય છે. આ વર્ષે બટાકાના ભાવ પ્રતિમણે 221 સુધી મળતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. આમ છેલ્લા કેટલાક વર્ષોથી બટાટાની ખેતી નુકસાની સાબિત થઇ હતી પરંતુ આ વર્ષે બટાકાનો ભાવ ખેતરોમાંથી જ ખૂબ સારો મળી રહેતા ખેડૂતોને બટાકાના પાકમાંથી સારી મળતર રહેવાની આશાઓ બંધાઈ છે. દર વર્ષ કરતા આ વર્ષે બટાટાનું વાવેતર પણ ઓછું થવા પામ્યું છે. માર્કેટયાર્ડના સેક્રેટરી એ.એન. જોષીએ જણાવ્યું હતું કે, બટાકાની સીઝનને કારણે ડીસાના મુખ્ય માર્કેટયાર્ડમાં બટાકા માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં પ્રતિ મણ (20 કિલો) નો ભાવ 121 થી 221 રૂપિયા મળી રહ્યો છે અને દૈનિક બટાકાના 5 હજારથી વધુ કટ્ટાની આવક નોંધાય છે.આમ ડીસા તેમજ આસપાસના વિસ્તારમાં બટાકાનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થતા ખેડૂતોએ બટાકા કાઢવાની શરૂઆત કરી છે. ત્યારે ડીસા પંથકમાં આવેલ કેટલાંક કોલ્ડ સ્ટોરેજના સંચાલકોએ બટાકાનો સંગ્રહ કરવાની શરૂઆત કરી છે તેમજ બાકીના સ્ટોરેજ બે-ચાર દિવસમાં શરૂ થઇ શકે છે.આમ ચાલુ વર્ષે અનુકૂળ હવામાનના કારણે બટાકાનો પાક સોળે કળાએ ખીલતા ઉત્પાદન પણ સારૂ મળી રહ્યું છે તેમજ ખેડૂતોને બટાકાના પોષણ ભાવ મળી રહ્યા છે- ગણપતલાલ કચ્છવા (પ્રમુખ,કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન)
છેલ્લા 4 વર્ષથી મંદીનો માર ઝીલી રહેલા અને બટાકાનું વાવેતર કરતાં ખેડૂતોને ચાલુ વર્ષે સારા ભાવ મળતાં તેજીની ચમક દેખાઇ રહી છે. જેથી ભાવ જળવાઇ રહેવા જોઈએ- ડાયાભાઇ નોગોસે (ખેડૂત,રાણપુર આથમણા વાસ)

Download Our B K News Today App



Related News