ડીસા એપીએમસીના વેપારીની લાખોની મત્તા ભરેલી બેગની ઉઠાંતરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-07 10:58:01
  • Views : 4001
  • Modified Date : 2022-10-07 11:03:03

    દિવાળીના તહેવારો નજીક આવતાની સાથે જ પાર્ક કરેલી કારના દરવાજાના કાચ તોડી ચોરી કરવાની ઘટનાનો સીલસીલો શરૂ થઈ ગયો છે. ડીસા એપીએમસી ખાતે પેઢી ધરાવતા વેપારીની પાર્ક કરેલી કારના દરવાજાનો કાચ તોડી સીટ પર પડેલી બેગની ચોરી કરવામાં આવી છે. ચોરી કરાયેલી બેગમાં ૧૩ લાખ રૂપિયા રોકડા, સોનાની ૫૦ ગ્રામની લગડી, ચેકબુક સહિતના દસ્તાવેજાે હતા. આ મામલે એલિસબ્રિજ પોલીસે ચોરીની ઘટનાની ફરિયાદ નોંધી તપાસ આરંભી છે.અમદાવાદના પાલડી ખાતે સિદ્ધીગીરી એપાર્ટમેન્ટમાં રહેતા જીનદત્ત મુકેશભાઈ શાહ (ઉ.૪૨) બુધવારે સાંજેપોણા પાંચેક વાગે પત્ની સાથે ખરીદી કરવા નીકળ્યા હતા.પાલડી જુના શારદા મંદિર ચાર રસ્તા પાસે આવેલા ખાદી ગ્રામોદ્યોગ નજીક કાર પાર્ક કરીને શાહ દંપતિ ખરીદી ખાદી ભંડારમાં ગયા હતા. ખરીદી કર્યા બાદ દંપતિ સાડા પાંચેક વાગ્યાના સુમારેપોતાની કાર પાસે પરત ફર્યા હતા. જીનદત્ત શાહ કારનો દરવાજાે ખોલવા ગયા તે સમયે તેઓ ચોંકી ગયા હતા. ડ્રાઈવર સાઈડની પાછળના કારના દરવાજાનો કાંચ તોડી કોઈ અજાણ્યો શખ્સ સીટ પર મુકેલી બેગ ચોરી ગયો હતો. જીનદત્ત શાહની ચોરાઈ ગયેલી બેગમાં રૂપિયા ૫૦૦ના દરની નોટોના રૂપિયા ૧૩ લાખના બંડલ, ૫૦ ગ્રામ સોનાની લગડી, ચેકબુક સહિતના દસ્તાવેજાે હતા. આ ઘટનાની જાણ તેમણે પોલીસને કરતા એલિસબ્રિજ પોલીસ ઘટનાસ્થળે આવી હતી અને જીનદત્ત શાહની ફરિયાદ આધારે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે ચોરીના કેસનો ભેદ ઉકેલવા માટે ઘટનાસ્થળની આસપાસ આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ એકઠાં કરી આરોપીના સગડ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે.

Download Our B K News Today App



Related News