ડીસા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં સર્જાયેલ લઠ્ઠાકાંડના મામલે સાંઈબાબા સર્કલ પાસે વિરોધ પ્રદર્શન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-29 10:46:44
  • Views : 242
  • Modified Date : 2022-07-29 10:46:44

 

ગુજરાતમાં દારૂબંધી અમલમાં હોવા છતાં ઠેર-ઠેર દેશી વિદેશી દારૂનાં ખુલ્લેઆમ વેચાણ જોવા મળી રહ્યું છે ત્યારે તાજેતરમાં ગુજરાતમાં  લઠ્ઠાકાંડ સર્જાયો છે જેમાં 50 જેટલાં લોકો ઝેરી કેમિકલ યુક્ત દારૂ પીને મુત્યુ પામ્યા છે જેને લઈને લોકોમાં સરકાર સામે ભારે આકોશ ફેલાયો છે ત્યારે ગુજરાતમાં વિરોધપક્ષ  દ્વારા પણ સરકારને  ઘેરવામા આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સરકારની નિષ્ફળતા સામે ભારે આકોશ વ્યક્ત કરી સમગ્ર ગુજરાતમાં દેખાવો કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે ડીસા શહેરમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી અને જિલ્લા પ્રમુખ ડો રમેશભાઈ પટેલ ના અધયસથાને આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકર્તાઓ દ્વારા  સાંઈબાબા સર્કલ પાસે લઠ્ઠાકાંડના મામલે ભાજપ સરકાર સામે  દેખાવો કરી ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લઠ્ઠાકાંડ સર્જાય છે ત્યારે તાત્કાલિક અસરથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુહ મંત્રી હર્ષ સધવી દારા નૈતિકતાના  ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી ભાજપ સરકારની  નિષ્ફળતા કારણે ગુજરાતમાં દારૂનાં બુટલેગરો બેફામ બની ઠેર-ઠેર દેશી અને વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યા છતાં સરકાર દ્વારા આજદીન સુધી કોઈજ કાર્યવાહી કરવામાં આવતી નથી જ્યારે લઠ્ઠાકાંડ સર્જાય પછી થોડી કાર્યવાહી કરી સરકાર સંતોષ માની લે છે ત્યારે આજે ડીસા આમ આદમી પાર્ટીના જિલ્લાના અને શહેરના હોદેદારો કાર્યકર્તાઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહીને સાંઈબાબા સર્કલ પાસે વિરોધ પ્રદર્શન કરી વિશાલ રેલી યોજી નાયબ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું અને વારંવાર  ગુજરાતમાં લઠ્ઠાકાંડ સર્જાય છે છતાં સરકાર દ્વારા  કોઈ એક્શન પગલાં લેવામાં આવતાં નથી ત્યારે  આજે પણ ગુજરાતના દરેક ગામડે ગામડે અને શહેર શહેરમાં દેશી વિદેશી દારૂનાં બુટલેગરો દ્વારા ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે  તાત્કાલિક અસરથી ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું કડક પાલન કરાવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી હતી

Download Our B K News Today App



Related News