બનાસકાંઠા જિલ્લામાં પાંચ લાખ બાળકોનું ડીપથેરિયા રસીકરણ શરૂ : ગોલવી ગામે ડીપથેરિયા રસી આપતા ત્રણ બાળકો બેભાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-23 12:38:44
  • Views : 416
  • Modified Date : 2021-07-23 12:38:44

     ડિપ્થેરીયાના આ રોગથી એક પણ બાળકનું મોત ન થાય તે માટે આરોગ્ય અને શિક્ષણ વિભાગની ટીમને સજ્જ કરી ડિપ્થેરિયા રસીકરણનું  મહાઅભિયાન હાથ ધરવામાં આવશે, જેમાં 19 જુલાઈના રોજ ધોરણ-1 અને 2, 20 જુલાઈએ ધોરણ-3, 22 જુલાઈએ ધોરણ-4, 23મી જુલાઈએ ધોરણ-5, 26મી જુલાઈએ ધોરણ-6, 27મી જુલાઈએ ધોરણ-7, 29મી જુલાઈએ ધોરણ- 8, 30મી જુલાઈએ ધોરણ-9 31મી જુલાઈએ tatha ધોરણ-10માં અભ્યાસ કરતા બાળકો અને 16 વર્ષથી નાના તમામ બાળકોને શાળામાં બોલાવી રસીકરણમાં આવરી લેવાશે.બનાસકાંઠા જિલ્લામાં અત્યારે મિશન મેઘ ધનુષ્ય અંતર્ગત ડિપ્થેરિયાની રસી માટેનું અભિયાન ચાલી રહ્યું છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં 16 વર્ષ સુધીના પાંચ લાખથી પણ વધુ બાળકોને ડીપથેરિયાની રસી આપવામાં કામગીરી શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત આજે દિયોદર ની ગોલવી પ્રાથમિક શાળામાં પણ બાળકોને રસી આપવામાં આવી રહી હતી તે દરમિયાન અચાનક કોમલ અને દીપિકા સહિત ત્રણ વિદ્યાર્થનીઓ રસી આપતા તેઓ બેભાન થઈ ઢળી પડ્યા હતા અચાનક ત્રણ બાળકો એક સાથે બેભાન થઈ ઢળી પડતા શાળા સંચાલકો અને આરોગ્ય વિભાગ માં દોડધામ મચી જવા પામી હતી. તાત્કાલિક ત્રણેય અસરગ્રસ્ત બાળકોને સારવાર માટે દિયોદર રેફરલહોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.આ બનાવ અંગેની જાણ થતાં જ ત્રણે બાળકોના વાલીઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા બાઈટ-દિનેશ મકવાણા( વાલી )બાઈટ-રમેશ મકવાણા( વાલી )બાઈટ-બ્રિજેશ વ્યાસ( તાલુકા આરોગ્ય અધિકારી- દિયોદર  )બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા વાયરલ ફીવરના કારણે નાના બાળકો સૌથી વધુ બીમારીનો ભોગ બનતા હોય છે, જેના કારણે દરેક હોસ્પિટલો નાના બાળકોથી વરસાદની ઋતુમાં બીમારીથી ઉભરાઈ જતી હોય છે. જિલ્લામાં બે વર્ષ અગાઉ ડિપ્થેરિયા  નામના રોગે હાહાકાર મચાવ્યો હતો જેમાં વર્ષ-2019માં ડિપ્થેેરિયા ના 377 કેસ સામે આવ્યા હતાં. તેમાંથી 17 બાળકોના સારવાર દરમિાયન મોત થયા હતા. ત્યારબાદ વર્ષ-2020માં 71 કેસ સામે આવ્યા હતા. જેમાંથી 10 બાળકોના મૃત્યુ થયા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં ડિપ્થેિરિયા ના 24 કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 3 કમનસીબ બાળકોના મૃત્યું થયાં છે.

 

Download Our B K News Today App



Related News