દિયોદરના વડિયા ગામે ગૌમાતા સાથે કૃષ્ણ ભગવાનનું સ્ટેચ્યુનું ખાત મૂહુર્ત યોજાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-24 15:30:04
  • Views : 475
  • Modified Date : 2019-08-24 15:30:04


દિયોદરના વડીયા ગામમાં વિશાળ ગ્રામજનોની ઉપસ્થિતિમાં ખારા કુવા તરીકે ઓળખવામાં આવતું વડીયા ગામમાં યુવાનોની ખાસ ઉત્સાહના પરિણામે ગામમાં શ્રી કૃષ્ણ ભગવાન ગૌમાતાનું સ્ટેચ્યુ નિર્માણ પામશે જેનું ખાતમૂહુર્ત યોજાયું હતું. એકમત એક જુટ થઈને ગામમાં વિકાસ કરવા ઉપર ગામના જાગૃત શિક્ષિત યુવાને ભાર મુક્યો હતો.  આ પ્રસંગે  રાજકીય અગ્રણીઓ શિવાભાઈ ભુરિયા ધારાસભ્ય, અનિલભાઈ માળી પૂર્વ ધારાસભ્ય, જિ.પ.ઉપપ્રમુખ માલજીભાઈ રબારી,જિ.પ.સદસ્ય નરસિંહભાઈ રબારી, તા.પ સદસ્ય નાનજીભાઈ માળી, યુથ કોંગ્રેસ પ્રમુખ બળદેવ બારોટ, ધ્રાડવા સરપંચ પ્રહલાદ માળી, ચિરાગભાઈ ત્રિવેદી સહિત ગ્રામજનો વેલાજી ધનજી માળી, ઉદાજી જોધાજી માળી, દેસાઈ ભીખાભાઇ,વ્યાસ સોહનલાલ, ગોસ્વામી દશરથગિરી, વિકાસભાઈ દરજી આચાર્ય વડીયા પ્રા સાળા, સી.આર.સી. શાંતિલાલ માળી, ધીરાભાઈ રવિયા  માળી,અશોકભાઇ માળી  ઉપસ્થિત રહ્યા હતા.



Download Our B K News Today App



Related News