દિયોદર ઠાકોર સમાજ છાત્રાલય ખાતે નવીન કામોનું લોકાર્પણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-29 14:02:56
  • Views : 2210
  • Modified Date : 2019-11-29 14:02:56

દિયોદર ઠાકોર સમાજ છાત્રાલય ખાતે ઠાકોર સમાજના તેજસ્વી તારલાનો સન્માન સમારોહ પ પુ સંત શ્રી સદારામબાપુ વિદ્યાની દેવી સરસ્વતી માતા તથા ગોગા મહારાજના મંદિરનો પ્રથમ વાર્ષિક ઉત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું.જેમાં બનાસકાંઠા જીલ્લાના  પૂર્વ સંસદ સભ્ય અને કેન્દ્ર સરકારના પૂર્વમંત્રી હરિભાઈ ચૌધરી તેમજ જીલ્લા  ભાજપ  પ્રમુખ કેશાજી ચૌહાણ, દિયોદરના ધારાસભ્ય શીવાભાઈ ભુરીયાની હાજરીમાં આ કાર્યકર્મની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં દિયોદરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.આમ નવીન કન્યા છાત્રાલય માટે આગેવાનોની હાજરીમાં ભૂમિપૂજન અને છાત્રાલય માટે નવિન બનેલ કમિટી હોલ અને પાણીની નવીન ટાંકીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ઠાકોર બોડીંગ હોલ ખાતે ઠાકોર સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ પણ યોજવામાં આવેલ. જેમાં તેજસ્વી તારલાને ટ્રોફી, પ્રમાણપત્ર અને બેગ આપી સન્માન કરેલ. આ પ્રસંગે કેન્દ્રીય પૂર્વમંત્રી હરિભાઈ ચૌધરીએ જણાવેલ કે દિયોદર  ઠાકોર સમાજ છાત્રાલય ખાતે નવી કમિટી હોલ અને નવીન પાણીની ટાંકી માટે ગ્રાન્ટમાંથી અંદાજીત ૨૨ લાખ જેટલી રકમ ફાળવી હતી.આમ આ  શૈક્ષણિક  કાર્યક્રમમાં  ટ્રસ્ટના  પ્રમુખ  નાગજીજી ઠાકોર , મંત્રી  ભવાનજી ઠાકોર સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. 

Download Our B K News Today App



Related News