દિયોદર તાલુકા મંડળીની ર૩મી સાધારણ સભા યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-01 12:50:46
  • Views : 544
  • Modified Date : 2019-07-01 12:50:46

દિયોદર ખાતે અદ્યત્તન મકાન સુવિદ્યા ધરાવતી કોમ્પ્યુટરરાઈઝ સાથે સંકળાયેલ ધી દિયોદર તાલુકા નાગરિક શરાફી સહકારી મંડળીની ર૩મી સાધારણ સભા તા.ર૯/૬/૧૯ના રોજ યોજાયેલ. પ્રારંભમાં મંડળીના મેનેજર પ્રકાશ આર.શાહે સૌને આવકારી હિસાબો રજુ કરેલ. મહેમાનોના હાથે દીપ પ્રાગ્ટ્ય કરવામાં આવેલ. બાદમાં મંડળીના સભાસદો પૈકી બે વ્યÂક્તઓના અવસાન થયેલ તેમને શ્રધ્ધાસુમન અર્પણ કરાયેલ. મંડળીના ચેરમેન અશોક બી.શેઠે મંડળીની કાર્યસિÂધ્ધ વર્ણવેલ. મંડળી દ્વારા લોકરની અદ્યત્તન સુવિદ્યા કરવામાં આવેલ છે. તેમજ દરવર્ષે બાળકો માટે રાહતદરના ચોપડા, વિદ્યાર્થી બહુમાન, જરૂરીયાત મંદોને નાની-મોટી લોન, દૈનિક બચતની સુવિદ્યા, અકસ્માત તેમજ સામાન્ય વિમા વિશે જાણકારી આપી બાદમાં નવીન સમિતિની રચના કરવામાં આવેલ.  ત્યારબાદ ધો.પ થી ૧ર માં પ્રથમ અને બીજા સ્થાને આવતા બે-બે બાળકોનું તથા દિયોદરમાં આવેલ શાળાઓ પૈકી ધોરણ-૧૦ અને ૧ર માં સૌથી વધુ માર્ક મેળવનાર બાળકોનું બહુમાન કરવામાં આવેલ. મંડળી દ્વારા જિલ્લા પંચાયત સદસ્ય  રમેશભાઈ યુ.પટેલ (જીન) તથા મંડળીના સભાસદ અને  તા.પં.સદસ્ય  ભાવનાબેન સેવંતીલાલ ઠક્કરનું બહુમાન કરવામાં આવેલ. પૂર્વ પ્રમુખ સુરેશભાઈ શાહ (લાટીવાળા)એ મંડળી દ્વારા નાના નાના લોકોને ઉપયોગી થઈ રહેલ પ્રવૃતીને આવકારેલ અને એનો સૌને લાભ લેવા જણાવેલ. આ પ્રસંગે એડવોકેટ બી.કે.જાષી, જી.પં.સદસ્ય નરસિંહભાઈ દેસાઈ, મંડળીના વા.ચેરમેન આર.ડી.પટેલ સહિતે શુભકામનાઓ પાઠવેલ. મંડળીના ડીરેક્ટો રમેશભાઈ પ્રજાપતિ, રમેશભાઈ સોની, દશરથભાઈ ઠક્કર, માલજીભાઈ પરમાર, રસીકભાઈ દોશી સહિત ગ્રા.પં.સદસ્ય શૈલેષભાઈ ઠક્કર, જે.જે.સી.ના પ્રમુખ દિનેશભાઈ શાહ સહિતના મંડળીના સદસ્યો ઉપÂસ્થત રહેલ. આભારવિધિ મે.ડીરેક્ટર વસંત એન.શાહે કરેલ. 


Download Our B K News Today App



Related News