#દિયોદરની #દેલવાડા પ્રાથમિક શાળાને તાળાબંધી કરાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-28 19:40:03
  • Views : 475
  • Modified Date : 2019-06-29 18:43:46

એક તરફ સરકાર શિક્ષણનું પ્રમાણ વધારવા માટે અનેક પ્રયાસો કરી રહી છે ત્યારે બીજી તરફ બનાસકાંઠામાં બાળકોના અભ્યાસ માટે વાલીઓએ આંદોલન કરવું પડી રહ્યું છે , દિયોદર પાસે આવેલ દેલવાડા પ્રાથમિક શાળામાં છેલ્લા ઘણા સમયથી ઓરડાઓ ઝર્જરીત હાલતમાં છે ,જેથી બાળકોને ન છૂટકે બહાર ઝાડ નીચે બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે.છેલ્લા ત્રણ વર્ષથી ઓરડાઓની હાલત ખરાબ હોવાથી વિદ્યાર્થીઓ ઓરડામાં બેસી શકે તેમ નથી અને તેના કારણે જ શાળામાં અભ્યાસ કરતા 260 થી વધુ વિદ્યાર્થીઓએ ખુલ્લામાં બહાર ઝાડ નીચે બેસીને અભ્યાસ કરી રહ્યા છે આ મામલે વાલીઓએ અને સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ હજુ સુધી તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી આખરે કંટાળેલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ આજે શાળાને તાળાબંધી કરી શાળા આગળ જ ધરણા પર બેસી ગયા હતા 

દિયોદર ની દેલવાડા પ્રાથમિક શાળામાં એક થી આઠ ધોરણ માં 260 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ વિદ્યાર્થીઓ આજુબાજુના પાંચ કિમી વિસ્તાર માંથી અભ્યાસ અર્થે આવે છે અને અહીં ઓરડાઓ સ્થિતિ ઝર્જરીત હોવાથી વિદ્યાર્થીઓ ચોમાસામાં પણ બહાર ઝાડ નીચે બહાર  બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે જેના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને બહાર અભ્યાસ કરતા હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસ પર પણ ખોટી અસર પડી રહી છે જેથી આજે કંટાળેલા વાલીઓ એ શાળા આગળ ધરણા પર બેસી શાળાને તાળાબંધી કરી હતી, અને જો 15 દિવસમાં નવા ઓરડાઓ મંજૂરી નહીં મળે તો સદંતર અભ્યાસ નો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે 

Download Our B K News Today App



Related News