દિયોદરમાં સાત વર્ષની બાળાએ ગીતાના 20 શ્લોક કંઠસ્થ ગાન કરતા ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-20 16:28:32
  • Views : 601
  • Modified Date : 2019-09-20 16:28:32

દિયોદરમાં વાત્સલ્ય કન્સેપ્ટ સ્કૂલમાં ધોરણ-2માં અભ્યાસ કરતી દિકરીએ 3 મિનિટ અને 43 સેકન્ડમાં શ્રીમદ ભગવત ગીતાના 1 થી 20 શ્લોક કોઇપણ જાતની ભૂલ વગર કંઠસ્થ કર્યા હતા. જેથી તેને ઇન્ડિયા બુકમાં નામ નોંધાવતાં સ્થાન મળતાં સ્કૂલ દ્વારા ગુરુવારે તેનું સન્માન કરવામાં આવ્યું હતું.એવોર્ડ કીટ, ગોલ્ડમેડલ તેમજ રેકોર્ડ બુક ભેટ આપવામાં આવી.દિયોદર ખાતે આવેલી વાત્સલ્ય કન્સેપ્ટ સ્કૂલમાં ધોરણ-2 ઇંગ્લીશ મીડીયમમાં અભ્યાસ કરતી દીતી વિપુલકુમાર ત્રિવેદીએ 29 જુલાઇ-2019 ના રોજ 3 મિનિટ અને 43 સેકન્ડમાં કોઇપણ જાતની ભૂલ વગર શ્રીમદ ભગવત ગીતાના 1 થી 20 શ્લોકનું કંઠસ્થ ગાન કરતા ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. ત્યારે કુમારી દીતી ત્રિવેદીએ માત્ર સાત વર્ષની ઉંમરમાં જ પોતાનું મેમરી પાવર સારું દાખવતા ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા તેણીને પ્રમાણપત્ર સાથે એવોર્ડ કીટ, ગોલ્ડમેડલ તેમજ રેકોર્ડ બુક ભેટ આપવામાં આવી છે. દિયોદરની દિતિ ત્રિવેદીએ ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ પાછળ છોડી દીધા છે. આ પ્રસંગે ગુરુવારે વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલ ખાતે દિતિ ત્રિવેદીનું સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે દર્શનભાઇ ઠક્કર, વિનુભાઈ ત્રિવેદી તેમજ દિતીના પરિવારજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કુમારી દીતીએ સમસ્ત દિયોદર શ્રીમાળી બ્રહ્મ સમાજ અને દિયોદર ગામનું ગૌરવ વધાર્યું છે.સ્કૂલ દ્વારા ભગવત શ્લોકો કંઠસ્થ કરાયા. કોન્સેપ્ટ સ્કૂલમાં અભ્યાસ કરતા અંદાજે 350 વિદ્યાર્થીઓને શાળા દ્વારા ભગવત ગીતાનું પુસ્તક આપવામાં આવ્યું છે. જેના માધ્યમથી પ્રાર્થનામાં દરરોજ 10 શ્લોકોનું પઠન કરવામાં આવે છે. ત્યારે દિતિ ત્રિવેદીએ માતા-પિતાની મદદથી અધ્યાય 1 ના 20 શ્લોકો કંઠસ્થ કરી દિધા હતા. જેથી દિતિને નામના મળી છે.

Download Our B K News Today App



Related News