ડિમ્પલ યાદવે લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-13 17:55:13
  • Views : 335
  • Modified Date : 2022-12-13 17:55:13

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમસિંહ યાદવના નિધન બાદ આ ખાલી પડેલી બેઠકમાં યોજાયેલી ચૂંટણીમાં ડિમ્પલ યાદવ વિજેતા થયા હતા. જેના પગલે આજે સમાજવાદી પાર્ટીના નેતા ડિમ્પલ યાદવે લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા.
સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહને ગૃહની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ ડિમ્પલને શપથ લેવા માટે બોલાવવા કહ્યું. આ સાથે ડિમ્પલ ત્રીજી વખત લોકસભાના સભ્ય બન્યા.
ઉત્તર પ્રદેશના મૈનપુરીથી તાજેતરની પેટાચૂંટણી જીતીને યાદવ સંસદમાં પહોંચ્યા છે. આ બેઠક સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવના નિધનને કારણે ખાલી પડી હતી. ડિમ્પલ યાદવ મુલાયમ સિંહ યાદવના પુત્રવધૂ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવના પત્ની છે.
સપાના નેતા ડિમ્પલ યાદવ અગાઉ 2012 અને 2014માં પણ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર લોકસભાના સભ્ય તરીકે ચૂંટાઈને કન્નૌજથી સંસદ પહોંચ્યા હતા

Download Our B K News Today App



Related News