યાત્રાધામ ઢીમામાં આરોગ્ય વિભાગ દ્વારા અંધશ્રદ્ધા નાબુદી મહાભિયાન યોજાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-16 12:16:20
  • Views : 485
  • Modified Date : 2019-06-16 12:16:20

બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં જ બાળકોને ડામ દેવાના કારણે બે બાળકોનાં મોત થયાં હતા. ત્યારે આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા લોકજાગૃતિ અભિયાનો ચલાવી અંધશ્રદ્ધા દૂર કરવા મહાઅભિયાનો ચાલુ કરાયા છે.તો વળી અંધશ્રદ્ધામાં ગળાડૂબ લોકોની આંખો ઉઘાડતો આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.લાખણી તાલુકાના ગણતા ગામની ૭ માસની દીકરીનું ડામ આપવાના કારણે મોત થતાં બાળકીને ડામ આપનાર શખ્સ સહિત તેના પિતા-પુત્ર સામે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.આમ મળતી માહિતી મુજબ જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સેવાઓ લોકો સુધી પહોંચે એ માટે સપ્તધારાથી સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય શિક્ષણના ભાગરૂપે સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં શ્રીરામ આશરા અન્નક્ષેત્ર ટ્રસ્ટની ધર્મશાળામાં બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ભુવાઓનું વિશાળ સંમેલન યોજાયું હતું.જેમાં તાજેતરમાં જ બનેલા બનાવો અંગે બાળકોને કોઈપણ નાની-મોટી બીમારીઓ થાય તો પહેલાં હોસ્પિટલમાં દાખલ કરવું અને અંધશ્રદ્ધા, તથા ગેરમાન્યતાઓથી દૂર રહીને સમાજમાં બાળમરણ અને માતા મરણનું પ્રમાણ ઘટે અને બાળકોનું આરોગ્ય સુધરે એ માટે માર્ગદર્શન આપ્યું હતું અને બાળકોને ડામ ન દેવા માટેની જાહેર અપીલ કરવામાં આવી હતી. આમ આ કાર્યક્રમમાં સપ્તધારા સાધક કિર્તીભાઈ બારોટ, આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત બનાસકાંઠા અને વાવ તાલુકા આરોગ્ય કચેરીના સંયુક્ત ઉપક્રમે આ લોકજાગૃતિના  ઉત્તમ કાર્યક્રમનું  આયોજન  કરવામાં આવ્યું  હતું.જેમાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાંથી ડી. આઈ. ઈ.સી.ઓ.એચ.એલ.ચૌધરી, ડેપ્યુટી ડી.આઈ.ઈ.સી.ઓ કે.ડી.રાજપૂત,જિલ્લા ફોટોગ્રાફર અહેમદ હાડા,ડા.આદી,સી.મેમ કન્સલ્ટન્ટ(યુનિસેફ) અને ડા. એચ.વી.જેપાલ(તાલુકા આરોગ્ય અધિકારી) તેમજ વાવ તાલુકા આરોગ્ય કચેરીના ટી. આઈ. ઈ. સી. ઓ.ટી.એમ.પી.એચ.એસ ટી.એફ.એ,ઢીમા પ્રા.આ. કેન્દ્રના સ્ટાફ દ્વારા સંપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વાવ તાલુકાના ભૂવાઓ ઉપસ્થિત રહયા.


Download Our B K News Today App



Related News