મારુ ગામ કોરોના મુક્ત કામ અભિયાન અંતર્ગત આજે ગુજરાતના કેબિનેટ મંત્રીએ લીધી ડીસાની મુલાકાત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-18 11:32:48
  • Views : 414
  • Modified Date : 2021-05-18 11:32:48

    કોરોના મહામારી માંથી લોકોને ઉગારવા માટે સરકાર અનેક પ્રયાસો કરી રહી છે જે અંતર્ગત શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં કોરોના અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે સરકાર દ્વારા મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે ગુજરાત સરકારના કેબિનેટ કક્ષાના મંત્રી દિલીપ ઠાકોર બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા જ્યાં ડીસા અને પાલનપુર નગરપાલિકાના સત્તાધીશો સાથે બેઠક યોજી કોરોના અંગે કરવામાં આવેલી કામગીરી ને સમીક્ષા કરી હતી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ લોકો દવા કરતા દુઆમાં વધુ માને છે અને તેથી બીમાર હોવા છતાં પણ શરૂઆતના ત્રણ-ચાર દિવસો દરમિયાન સારવાર લેવા માટે દવાખાને પણ જતા નથી તેના કારણે કોરોના નું સંક્રમણ વધતું રહે છે અને બીમાર વ્યક્તિ પણ વધુ બિમારીમાં સપડાય છે ત્યારે લોકોને દુઆ ની સાથે સાથે દવા લેવાનું પણ દિલીપ ઠાકોરે આહવાન કર્યું છે.

    જે પ્રમાણે સમગ્ર ગુજરાતભરમાં કોરોનાવાયરસ ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે તેને લઈ ગુજરાત સરકાર દ્વારા કોરોનાવાયરસ ના કેસ ને અટકાવવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને લોકો કોરોનાવાયરસ સામે રક્ષણ મેળવે તે માટે લોકો વધુમાં વધુ વેકશીન લે તેમજ સરકારી ગાઈડ લાઈનનો ઉપયોગ કરે તે માટે અપીલ કરવામાં આવી રહી છે. ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા હાલમાં તમામ ગુજરાતના જિલ્લાઓમાં ખાસ કરીને જ્યાં ગ્રામીણ વિસ્તારોમાં રોજેરોજ કોરોનાવાયરસ ના કેસમાં વધારો થઈ રહેશે તેવા વિસ્તારોની મુલાકાત લઇ મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં પણ શહેરી વિસ્તાર બાદ ગ્રામીણ વિસ્તારોમાં રોજેરોજ કોરોનાવાયરસ ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે જેને અટકાવવા માટે હાલ ગુજરાત સરકારના મંત્રી દિલીપ ઠાકોર દ્વારા મોટા ભાગના ગામો ની મુલાકાત લઇ કોરોનાવાયરસ ના કેસ કઈ રીતે અટકાવી શકાય તેની અપીલ કરવામાં આવી રહી છે.

 

Download Our B K News Today App



Related News