વામી પે.કેન્દ્ર શાળા ખાતે ધો.૮ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-19 06:09:13
  • Views : 1188
  • Modified Date : 2019-04-19 06:09:13

વામી પ્રાથમિક શાળામાં ધો.૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો  દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમાં ધો.૭ની બાળાઓએ તમામ બાળકોને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવ્યું હતું. બાળકો દ્વારા પણ યાદગીરીના ભાગરૂપે શાળાને ન્યૂઝ રીડીંગ બોર્ડ ભેટમાં આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે ધો.૮ના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા.ત્યારે શાળાનું વાતાવરણ ભાવવિભોર બન્યું હતું. સાથે સાથે પ્રજાસત્તાકદિને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.આમ ધો. ૬ થી ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ હિન્દી બાલપોથી,હિન્દી પહેલી તથા હિન્દી દૂસરીની પરીક્ષા પાસ કરી હોવાથી તેમને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે અંબાલાલ જાષી(સરપંચ),માજી સરપંચો, પંચાયત સદસ્યો, આગેવાનો, વડીલો, એસ. એમ.સી.ના સભ્યો તથા યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વાલીઓએ  આ પ્રસંગે ઉપસ્થિત રહીને દીકરીઓને ઉચ્ચ અભ્યાસ કરાવવાની ખાતરી આપી હતી.આમ આ કાર્યક્રમમાં વિક્રમભાઇ બ્રાહ્મણ (કો-ઓર્ડીનેટર, સી.આર.સી), સામજીભાઇ પટેલ (આચાર્ય), તથા સમગ્ર શાળા પરિવારે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યાે હતો.


Download Our B K News Today App



Related News