વાવ તાલુકાના ભાચલી ગામે દિકરો બન્યો હેવાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-21 11:21:36
  • Views : 713
  • Modified Date : 2020-06-21 11:21:36

બનાસકાંઠા જિલ્લો એ અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં એક પછી એક હત્યા અને આત્મહત્યાના બનાવો સામે આવી રહ્યા છે. કયાંક પૈસાની લેવડ દેવડમાં હત્યા થાય છે તો કયાંક નજીવી બાબતે બોલાચાલીમાં હત્યા થાય છે. લોકડાઉન ખુલતાની સાથે જ જિલ્લામાં ક્રાઈમની ઘટનાઓ બનવાની શરૂ થઈ ગઈ છે. ત્યારે રોજ-બરોજની ઘટનાઓથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે શનિવારે આવી જ એક ઘટના ભાચલી ગામે બનવા પામી હતી. જેમાં એક દિકરાએ પોતાની સગી જનેતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ભાચલી ગામે રહેતા બ્રાહ્મણ નાવીબેન શ્રીરામભાઈ પોતાના ઘરે હતા. તે દરમ્યાન પોતાનો પુત્ર બ્રાહ્મણ ભરતભાઈ શ્રીરામભાઈ ઘરે આવીને
પોતાની માતાને પોતાના ભાઈ વિરમ પાસેથી પૈસા અપાવવા બાબતે બોલાચાલી કરી હતી. આ બોલાચાલીમાં ભરતભાઈ ઉશ્કેરાઈ જઈ પોતાની માતા નાવીબેનને પેટના ભાગે છરાના પાંચ ઘા તથા ડાબા હાથે ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જ્યારે આ બાબતની જાણ તેમના પરિવારજનોને થતા તેઓ નાવીબેનના ઘરે પહોંચ્યા હતા. ત્યાં નાવીબેન લોહીલુહાણ હાલત મૃત્યુ
પામેલા જોતા તાત્કાલિક આ બનાવની જાણ વાવ પોલીસ સ્ટેશનમાં કરી હતી. વાવ
પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે
પહોંચી તપાસ હાથ ધરી હતી. ત્યાં તપાસ કરતા બ્રાહ્મણ નાવીબેનની હત્યા તેમના પુત્ર ભરતે જ કરી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ભરત બ્રાહ્મણની સામે હત્યાનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં જ
પોલીસે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News