રાધે-રાધે પરીવાર ગાંધીનગર દ્વારા "દિકરીઓના વધામણાં" કરાયાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-15 11:44:24
  • Views : 278
  • Modified Date : 2020-12-15 11:44:24

રાધે-રાધે પરીવાર ગાંધીનગર દ્વારા "દિકરીઓના વધામણાં" કાર્યક્રમ યોજી ૨૧ દિકરીઓનું પુજન કરીને સન્માનિત કરવામાં આવી હતી.     
ગાંધીનગર શહેરના રાધે-રાધે પરીવાર નાં યુવાનો દ્વારા તાજેતરમાં જ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ, સેક્ટર - ૨૫ના આંગણે શહેરની ૨૧ દિકરીઓને આપણી ભારતીય સંસ્કૃતિની પ્રણાલી મુજબ
પંચામૃતથી ચરણ પખાળવામાં આવ્યા હતાં. આ સાથે સાથે કપાળમાં કુમકુમ તિલક સાથે પૂજા - અર્ચના કરીને બધીજ દિકરીઓને કાંસાની થાળીમાં પાકું  ભોજન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ દરેક દિકરીઓને રાધે-રાધે
પરીવારનાં તન્મયભાઈ પટેલ અને રાહુલભાઈ સુખડીયાના હસ્તે જ્યુસર મશીન, કોરોના મહામારી અંતર્ગત એક નાસ માટેનું મશીન, સોપારી, ચાંલ્લા, નેઈલ પોલિશ, માથામાં નાખવાની પીન અને રીંગ, બોળીયું, અને એક ભેટ સ્વરૂપે કવર આપી સન્માનિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડા (જીગા બાપુ) અને પ્રોફેસર  ડો.ધર્મેન્દ્રભાઈ
પટેલએ ઉપસ્થિત રહીને સર્વેને આશીર્વાદ આપ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું હતું. આજનાં યુગમાં રાધે-રાધે પરીવાર, ગાંધીનગરનાં યુવાનોએ સમાજને એક નવો રાહ ચીંધી ઉત્તમ અને ઉમદા ઉદાહરણ
પુરૂ પાડ્યું છે. સમગ્ર કાર્યક્રમ નાં આયોજન માં રાધે-રાધે
પરીવારના મિત્રો, સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગરનાં કિરણસિંહ ઠાકોર અને
પીનાંકભાઈ લબાના, આઈવેન્ટસ ઈવેન્ટ ઓર્ગેનાઇઝેશનના તરલભાઈ લેઉઆએ સહકાર પુરો પાડી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Download Our B K News Today App



Related News